________________
Iોજિનાગમ સદભ વ્યાવકાચારી
- કેતકી શાહ
જનશાસનરૂપી રથના ચાર પૈડાં તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે. પ્રભુ મહાવીરે ચર્તુવિધ સંઘમાં સાધુ-સાધ્વી જેટલું જ મહત્ત્વ શ્રાવક-શ્રાવિકાને આપ્યું છે. દરેક સાધક આત્માની સાધનાઆરાધના મોક્ષમાર્ગને પામવાની હોય છે. “જ્ઞાન ક્રિયાપ્યામ મોક્ષમાર" જ્ઞાન અને ક્રિયા એ બંને વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં કિયા તે આચાર છે. આચાર એટલે આચરવા યોગ્ય વર્તન જે મોક્ષ ભણી લઈ જાય. આચાર વગરનું જ્ઞાન લખ્યું છે અને જ્ઞાન વગરની ક્રિયા શુષ્ક છે.
શ્રાવકાચારની ઈમારત દાન, શીલ, તપ અને ભાવના પાયા પર ચણેલી છે. શ્રાવકાચારમાં બાર વ્રત ઉપરાંત સંલેખના, ૧૧ પડિયા, ૫ અભિગમ, ૩ મનોરથ આદિનો સમાવેશ થાય છે.
બાર વ્રત : વારસ હિલ્સ સીવ થમ્પક્સ પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવતરૂપ બાર વ્રતનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, શ્રી આવશ્યક સૂત્રમાં વિસ્તારથી છે.
બારવ્રતને ગુરુમુખે સ્વીકારે અને જિંદગીપર્યત તેનું યથાર્થપાલન કરે તે સાચો શ્રાવક છે.
ચારે ચૂક્યો, બારે ભૂલ્યો, છનું ન આવડે નામ
જગઢંઢેરો પિટાવે કે, “શ્રાવક” મારું નામ” દાનાદિ ચાર ધર્મ ચૂકી જાય, ઉપરોક્ત શ્રાવકના ૧૨ વ્રતોને જાણતો ન હોય, છકાયના નામ પણ ન આવડે અને જગતમાં કહેતા
૧૪૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા