________________
મહાવીર પ્રભુએ પુણ્યા શ્રાવકની સામાયિકની પ્રશંસા કરેલ. અભયદાન શ્રેષ્ઠ દાન છે.
“લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન
તોય સામાયિક તુલ્યના, ભાખે શ્રી ભગવાન” આવશ્યક સૂત્ર : આગમ વાણીમાં આવશ્યક સૂત્રનું વિશિષ્ઠ સ્થાન છે. આ સૂત્રનો અભ્યાસ તથા તે જ્ઞાનને પ્રેક્ટીકલ બનાવવા માટે આવશ્યક સૂત્રનો અંગોને, જીવનના અંગો બનાવવા તે શ્રમણો અને શ્રમણોપાસક માટે અતિ આવશ્યક છે. “અવસ્ય કરણીય ઇતિ આવશ્યક સામાયિક, ચર્તુવિશતિ સ્તવ; વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ શ્રાવકોએ અવશ્ય “આ અમૃતક્રિયા કરવી જરૂરી છે.
ઉપર દર્શાવેલા શ્રાવકાચાર જે શ્રાવકના ઘરમાં પળાતા હશે તે ઘર ખરેખર સ્વર્ગ સમાન બની જાય છે. માતા-પિતા ભાઈ-બહેન પુત્ર પુત્રવધૂ કુટુંબીજનો, સમાજ વચ્ચે સુમધુર આફ્લાદક સ્નેહની સરવાણી વહેવા લાગે છે. મા-બાપ પ્રત્યે આદરભાવ અને વડીલોનો બાળકો પ્રત્યે વાત્સલ્ય, પ્રેરણા તથા પ્રેમનો ધોધ વહે છે. ઘરમાં દરેકનું જયજિનેન્દ્રથી અભિવાદન થાય છે ધર્મકથા, ઉત્તમ શ્રાવકોના જીવનચરિત્રના માધ્યમથી બાળકોમાં ધર્મના સંસ્કારનું સિંચન થાય છે અને પરિણામે આ સુસંસ્કારોનો અમુલ્ય વારસો ઉત્તરોત્તર જળવાઈ રહે છે. શ્રાવકનું ઘર સદાયને માટે વ્રત, જપ, દયા, ધાર્મિક અનુષ્ઠાન, દાન ઇત્યાદિથી મઘમઘતું રહે છે.
જીવનચરિણામે આ સરકાદાન માટે
છે
LT RO
Iધારા
જ્ઞાનધારા
૧૪૦
જ્ઞાનસત્ર-જ