________________
સ્વજનાદિને સોંપી, મમત્વથી નિવૃત્તિ પામીને ૧૧ પડિમાનું સમાચરણ કરે છે, જ્યાં ઉપભોગ પરિમામની યાત્રા ઉપયોગ પરિણામમાં જઈ સ્થિર બને છે.
૫ અભિગમ : દર્શન માટે જતા શ્રાવકોની આવશ્યક વિધિ અથવા શિષ્ટાચારને અભિગમ કહે છે.
વર્તમાન યુગમાં પણ સાધુ-સાધ્વીને વંદન કરતી વખતે મોબાઈલ, સેલવાળી ઘડિયાળનો ત્યાગ કરવો જરૂરી છે, જેથી શ્રાવકાચારમાં દોષ લાગે નહીં.
૩ મનોરથ : શ્રાવક હંમેશા ત્રણ મનોરથ ચિંતો (૧) ક્યારે હું આરંભ-પરિગ્રહનો ત્યાગ કરું ? (૨) ક્યારેક હું પંચમહાવ્રતધારી સાધુ બનું? (૩) અંતિમ સમય પંક્તિમરણને ક્યારે પ્રાપ્ત કર્યું ?
શ્રાવકના સર્વ અનુષ્ઠાનમાં બાહ્યાચાર સાથે ભાવોની શુદ્ધતા ભળે તો સોનામાં સુગંધ ભળે છે. શ્રાવકના બાહ્યાચારમાં તેનું કર્તવ્ય, નૈતિક ફરજ પણ સમાયેલી હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં ચોથા સ્થાનમાં કર્તવ્ય પાલનની અપેક્ષાએ શ્રમણોપાસકને “માપિડયાળ' કહીને ઉપમિત કર્યા છે. વિનયપૂર્વક, સ્નેહ વાત્સલ્ય અને શ્રદ્ધાપૂર્વક નિગ્રંથ સાધુઓની સેવાભક્તિ કરે છે, સંયમમાર્ગમાં આગળ વધવા માટે સહાયતા કરે છે તે શ્રમણોપાસકો માતાપિતા તુલ્ય છે.
શ્રી વિપાકસૂત્રના દસે અધ્યયના સુબાહુકુમાર આદિ કથાનાયકે પૂર્વભવમાં ઉત્કૃષ્ટ ભક્તિભાવથી નિર્દોષ આહારનું મુનિભગવંતને સુપાત્રદાન આપી સમ્યકત્વની પ્રાપ્તિ કરી અને સંસાર પરિત્ત કર્યો. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહે છે કે સુપાત્રદાનથી શ્રમણોપાસકના ધર્મભાવોમાં વિશેષ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. આમ, સંત-સતીઓને ગોચરી અર્થે પધારવા વિનંતી કરવી, ગોચરીએ પધારે ત્યારે નિર્દોષ, આધાકર્માદિ દોષોથી રહિત આહાર પાણી વિધિપૂર્વક વહોરાવવા, એ શ્રાવકનું કર્તવ્ય છે.
"
જ્ઞાનધારા
(૧૫)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪