________________
જિલ્લામાં શ્રાવક ચાર
ડો. રમણીકભાઈ પારેખ (એમ.એસ.સી. પીએચ.ડી.) (sì. રમણીકભાઈ પારેખ (એમ.એસ.સી., પીએચ.ડી., એફઆઈસી) અમદાવાદ સેંટ્રલ સ્ટોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં સંશોધન કાર્યનો આરંભ-પીએચ.ડીના ગાઈડ.
-
५० થી વધુ રીસર્ચ પેપરો લખ્યા થિયોસોફીકલ સોસાયટી સાથે સંકળાએલા જૈનધર્મના અભ્યાસી છે જ્ઞાનસત્ર-શિબિરોમાં ભાગ લે છે.) પરમકૃપાળુ તીર્થંકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સંઘના ચાર અવિભાજ્ય અંગો છે. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મ બંનેનું અંતિમ ધ્યેય મોક્ષ જ છે. સાધુ ધર્મ, ટૂંકો અને અતિ કઠિન માર્ગ છે જ્યારે શ્રાવક ધર્મ, સરળ અને ખૂબ જ લાંબો માર્ગ છે. ચતુર્વિધ સંઘના સહિયારા પુરૂષાર્થથી જૈનધર્મ શાશ્વતધર્મ, વિશ્વધર્મ તરીકેનું બિરૂદ પ્રાપ્ત કરી શક્યો છે.
ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીના દસ ઉત્તમ શ્રાવકોનો અધિકાર છે. (૧) આનંદ (૨) કામદેવ (૩) ચૂલણી પિતા (૪) સુરાદેવ (૫) ક્ષુદ્ શતક (૬) કુંડ કૌલિક (૭) સદ્ધિ પુત્ર (૮) મહાશતક (૯) નંદિની પિતા (૧૦) સાલિહીપિયા તેઓએ ૨૦ વર્ષ શ્રાવકના વ્રત પાળ્યા. તેમાં ૧૪ વર્ષ ૬ માસ ઘરમાં રહ્યા અને પાંચ વર્ષ ૬ મહિના ગૃહકાર્ય છોડી પૌષધશાળામાં શ્રાવકની ૧૧ ડિમાનું આરાધન કર્યુ. ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ચલાયમાન
જ્ઞાનધારા
૧૪૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪