________________
તત્વને આત્મસાત કર્યું હોય છે.
શ્રાવક સંવેગભાવથી જાગૃત હોય છે.
શ્રાવકને સંસારની નિરર્થકતાનો અનુભવ હોય છે. શ્રાવક દાનવીર, પ્રામાણિક અને · વિશ્વસનીય હોય છે. શ્રાવક પૌષધ વ્રતનો આરાધક હોય છે.
શ્રાવક સંવિભાગ વ્રતનું પાલન કરતો હોય છે.
પરંપરાથી શ્રાવક માટે છ આવશ્યક તેની સાધના માટે મહત્ત્વના છે. દરરોજ સવારે અને સાંજે, મહિનામાં બે વાર પાખીના રોજ, ચૌમાસી પૂર્ણિમા અને સંવત્સરીને દિવસે અવશ્ય કરવા યોગ્ય છે. તે ઉપરાંત જૈનો વિવિધ પ્રકારના તપ યથાશક્તિ નિયમિત કરતા હોય છે.
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભગવાન મહાવીરના હજારો શ્રાવકોમાંથી શ્રેષ્ઠ સર્વગુણસંપન્ન દસ શ્રાવકોની આરાધના, આચાર, વિકટ પરિસ્થિતિ અને ઉપસર્ગ સામે દૃઢતા, તેમના પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષા વ્રત, તેમના પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, ૧૧ પ્રતિમા અને મારણાંતિક સંલેખના સાથે સમાધિપૂર્વકના દેહત્યાગનું અનુપમ અને અદ્ભુત કથાનક છે અને ગૃહસ્થધર્મની ગરિમાની ગાથા છે. શરૂઆતમાં જણાવેલ શ્રી ઉમાસ્વાતિજીના એક જ સૂત્ર ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્ ।' માં શ્રાવકાચારનો સંપૂર્ણ સિદ્ધાંત આવી જાય છે. દરેક જીવ એક બીજાના ઉપકારક છે, એક બીજાના સહાયક છે. જીવન એકમેકના અસ્તિત્વ ઉપર નભે છે. શ્રાવક કે સાધુનો આચાર સમષ્ટિના સંરક્ષણ અને જતનાપૂર્વકના વ્યવહારમાં સમાયેલો છે.
જ્ઞાનધારા
૧૪૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪