________________
ન થયા.
આ સૂત્રમાં શ્રાવકોની દિનચર્યાનું પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરેલ છે. આદર્શ ગૃહસ્થ અને ઉત્તમ શ્રાવક થવા ઇચ્છનાર દરેક વ્યક્તિ માટે આ શ્રાવકોના શ્રાવકાચાર દિવાદાંડી સમાન છે શ્રાવકના ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમાનું શ્રાવકાચારના પરિપ્રેક્ષ્યમાં સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ કહી શકાય શ્રાવકનું કર્તવ્ય છે કે આ એકવીસ ગુણોમાંથી યથાશક્તિ ગુણોની સ્વીકાર કરે. શ્રાવકના ગુણ :
અખુદો રૂવવે પગઈસોમાં લોકપ્રિયાઓ, અકુરો ભીરૂ અસઢો દકિપણે લજ્જાણુ દચાલુ, મજજત્થો સુદિઠઠી ગુણાનુરાગી સુપકબજુતાં સુદીહી. વિસંસદ્ગુ વૃદ્ધાનુગ વિનીત કયત્રુ પરહિયકતા લબ્ધલકની
(૧) શ્રાવક પોતાના અપરાધીને પણ દુઃખપ્રદ થતાં નથી (૨) રૂપવંત હોય છે. યથાકૃતિ સ્તથા પ્રકૃતિઃ (૩) પ્રકૃતિ સૌમ્ય હોય છે. (૪) સર્વને પ્રિયકર હોય છે (૫) સરળ સ્વભાવી અને ગુણગ્રાહી હોય છે. (૬) પાપાચરણનું કરતો નથી (૭) પુણ્ય અને પાપનાં ફળને પૃથક સમજી અધર્મ તથા પાપને ઘટાડે અને ધર્મ તથા પુણ્યની વૃદ્ધિ કરે છે. (૮) સમયોચિત કામ કરવાવાળો હોય છે. (૯) લજાવંત હોય છે (૧૦) દયાવંત હોય છે સર્વ જીવો પ્રત્યે દયા, અનુકંપા રાખે છે. (૧૧) મધ્યસ્થ હોય છે. ભલી બુરી વસ્તુને જોઈને રાગદ્વેષમય પરિણામ કરે નહિ (૧૨) સુદૃષ્ટિવંત હોય. આંખમાં અમી હોય; વિકારવાળી દૃષ્ટિ ન કરે. (૧૪) ગુણાનુરાગી હોય (૧૫) સુપક્ષયુક્ત હોય છે. (૧૬) દીર્ઘદૃષ્ટિવંત હોય. (૧૭) વિશેષજ્ઞ હોય. નવ તત્વ જ્ઞાન વડે વિશેષજ્ઞ બની હેય, ષેય અને ઉપાદેયનું પાલન કરે. (૧૮) વિનીત હોયઃ વિણઓ જીણ સાસણ મૂલો ધર્મશાસ્ત્ર, ધર્મનું મૂળ વિનય કહ્યું છે. (૧૯) કૃતજ્ઞ હોય.
જ્ઞાનધારા
(૧૪૫
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪