________________
1.1
4
*,
– હર્ષદ દોશી (જૈન એકેડમી કલકત્તાના ચેરમેન હર્ષદભાઈ જૈન દર્શનના અભ્યાસુ છે. લેખક અને વક્તા છે. વિરાયતન સંસ્થા સાથે સંકળાયેલા છે.)
* જૈનધર્મ અહિંસા, સંયમ અને તપની સૂક્ષ્મ વિભાવના અને સર્વોત્કૃષ્ટ પાલન માટે વિશ્વમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે દઢતા અને શ્રદ્ધાથી સામાન્ય જૈન ગૃહસ્થ પણ તેની આચારસંહિતાનું પોતાના રોજિંદા જીવનમાં પાલન કરે છે તે પણ અદ્વિતીય છે. તેમાં પણ અહિંસા, દયા, સમતા અને દરેક જીવના જીવનના અધિકાર દરેક જૈનના આચારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વસ્તુતઃ દરેક જીવના જીવનના અધિકારની સ્વીકૃતી અને અહિંસા, દયા અને કરુણા એક જ સિક્કાની બે બાજુ છે. એટલે “રોપગ્રહો નીવાના', વિશ્વના દરેક જીવો એક બીજા ઉપર આધાર રાખે છે - સમસ્ત જૈન સમાજનું સર્વમાન્ય સૂત્ર છે. આ સૂત્રમાં દરેક જીવન જીવવાની અને જીવન ટકાવી રાખવાની ઈચ્છા અને તે માટે પરસ્પરના સહયોગની આવશ્યકતા વ્યક્ત કરી છે. અહિંસા, દયા, અપરિગ્રહ અને અનેકાંતવાદ આ સિદ્ધાંતના પાયામાં છે.
જૈન આગમ શાસ્ત્રના દરેક પાના છડી પોકારીને કહે છે કે દરેક જીવ અનંત જ્ઞાન, અનંત સુખ, અને અનંત શક્તિનો સ્વામી છે. છતાં, આ સંસારની વિષમતા છે કે પ્રાણી માત્રા દુખી છે અને
જૈન આરા આ સિદ્ધાંતના છે. અહિંસા, કાર પરસ્પરના
જ્ઞાનધારા
૧૩૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪