________________
(૨) ક્યારે દીક્ષા લઈ સર્વવિરતિરૂપ મુનિધર્મનું પાલન કરીશ. (૩) ક્યારે અંતિમ સમયે સંલેખના-સંથારા રૂપ
સમાધિમરણને પ્રાપ્ત કરીશ. (૭) શ્રાવક ૨૧ ગુણો ધારણ કરનાર હોય અર્થાત્ તે ૨૧
ગુણે કરી સહિત હોય. (૮) દુબળા-પાતળા અર્થાત્ સ્થાવર, વિકસેન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય
સહિત નિર્બળ પરવશ મનુષ્યો - તિર્યંચની દયા પાળનાર
રક્ષક હોય. (૯) પરધન પત્થર સમાન અને પરસ્ત્રી માતા-બેન કે દીકરી
બરાબર માને - ગણી વર્તે (૧૦) દઢધર્મી, પ્રિયધર્મી ઉપરાંત દેવતાના ડગાવ્યા ડગે
નહીં અર્થાત. તેમની કસોટી, ઉપસર્ગ સહન કરી પાર
ઊતરે - ઉત્તીર્ણ થાય. આવા શ્રાવકજીને ધર્મનો રંગ હાડોહાડ લાગેલ હોય. રક્તમાંસ-મજા અસ્થિમાં - કહો કે તેમના શરીરના અણુએ અણુમાં પ્રસરેલ હોય - આત્માને ગુણોથી ભાવિત કરેલ હોય.
શનિવાર
(૧૩૦)
જેનસાહિત્ય જ્ઞાનરાગ-૪