________________
તેની શક્તિ કુંઠીત થયેલી છે. સંસાર એવી જંજીર છે જે જીવને પોતાના સુખના ખજાનાથી વંચિત રાખે છે. ભૂલભરેલી માન્યતાને કારણે મનુષ્ય એમ સમજે છે કે બીજાના ભોગે પોતે સુખ મેળવી શકે છે. પોતાના સ્વાર્થમાં બીજાને પીડા આપવી એ જ કર્મ છે.
શ્રાવકનો પ્રયાસ આંશિક રીતે રાગથી વિમુખ થવાનો છે, એટલે તેની સાધના દેશવિરતિ છે, તેના વ્રત અણુવ્રત કહેવાય છે અને તે મોક્ષમાર્ગમાં ચોથા કે પાંચમા ગુણસ્થાને છે. સાધુના આચારમાં સંપૂર્ણ વિરતિની અપેક્ષા છે, એટલે તે સર્વવિરતિ છે અને તેના વ્રત મહાવ્રત કહેવાય છે. તેથી સાધુ છઠ્ઠા કે સાતમા ગુણસ્થાને છે. વ્રત અને પ્રત્યાખ્યાન (પચ્ચક્ઝાણ) એ રાગ, કષાય, પાપ અને અશુભ આચરણ અને ભાવમાંથી છૂટવાના એટલે કે વિરતિના સાધન છે. આવતા કર્મને રોકવા માટે વ્રત -- પ્રત્યાખ્યાન અંગીકાર કરવા તે વિરતિ છે, જે સાધુના અને શ્રાવકના આચારનું મુખ્ય અંગ છે. - ભોજન અને વપરાશની વસ્તુઓની અગણિત વિવિધતા છે. તે ઉપરાંત પોતાના વ્યવસાયને કારણે પણ જેમાં હિંસા વધુ છે તેવા કાર્ય થઈ જાય છે. પોતાના જીવનનિર્વાહ માટે અથવા લોભ -- લાલચને વશ થઈને તેમાં નક્કી કરેલી મર્યાદાઓનું ઉલ્લંઘન થવાની ઘણી જ સંભાવના છે. એટલે શ્રાવકે ઘણી જ સાવધાનીથી વર્તવાનું છે, છતાં દોષ થઈ જાય તો સાતમા વ્રતના આ દોષોની આલોચના કરવી. અનાવશ્યક ક્રિયાઓ, જે સર્વથા વ્યર્થ છે. નિરર્થક છે, કોઈને લાભકારી નથી અને ગૌરવની હાની કરતા હોય, પ્રમાદકારી હોય, અશ્લીલ હોય, એવી બધી જ પ્રવૃત્તિઓ વ્રતપાલનમાં વિક્ષેપ કરે છે અને તેનો ત્યાગ વ્રતપાલનમાં ઉપયોગી અને સહાયક થાય છે માટે શ્રાવકે તેનો ત્યાગ કરવો.
શિક્ષાવ્રતમાં સામાયિકનું મહત્ત્વ જૈન સાધનામાં ઘણું ઊંચું છે. દરેક જૈન સામાયિકથી પરિચિત છે અને લાખો જેનો દરરોજ
જ્ઞાનધારા
(૧૩૯)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪