________________
* જન સંદીર આપી રહી છે તેના મ
જોઈએ તો જૈન સંસ્કૃતિના વિકાસમાં તેમનું યોગદાન ઘણું જ મહત્ત્વનું છે.
જૈન સંસ્કૃતિમાં ઉપર દર્શાવેલ નામી અને અનામી ઘણી સન્નારીઓએ યોગદાન આપી તેને ઉવળતા બક્ષી છે. યુગયુગથી જૈનધર્મ તેના મૂળ સ્વરૂપમાં ટકી રહ્યો છે તેના મૂળમાં આ નારીઓ જ છે. આપણે ક્યાંય પાછળ ભૂતકાળમાં ન જતાં હજુ ગઈકાલની એટલે કે પ્રાણલાલજી મ.સા.ની જન્મશતાબ્દીની પાવન સ્મૃતિ તરફ નજર કરીએ તો ૩૦-૩૨ આગમોને આપણી માતૃભાષામાં પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય સાધ્વીરના શ્રી મુક્તાબાઈ મ, શ્રી લીલમબાઈ મ, શ્રી ઉષાબાઈ મ., શ્રી ઊર્વશીબાઈ મ., શ્રી આરતીબાઈ મ. આદિ ઘણા સતીજીઓએ ઉપાડી લીધું. જેને પરિણામે ૩૨ આગમનો અનુવાદ આપણને માતૃભાષામાં મળી શક્યો. આ કાર્ય પણ કાંઈ જેવું-તેવું નથી. પણ દેવ-ગુરૂ-ધર્મ પસાયે તે સુંદર રીતે પૂર્ણ થઈ શક્યું. આ ભગીરથ કાર્યમાં આપણી નારીઓનો અર્થાત્ વિદૂષી સાધ્વીરત્નોનો જ સિંહફાળો છે ને ? એટલે જ નારીને નારાયણી પણ કહેવાય છે. આજે મારે એટલું જ કહેવું છે કે,
ફૂલમાં અનેક રંગ હોય છે, જલમાં અનેક તરંગ હોય છે, તેથી વિશેષ કદી ન ભૂલાય, તેવા નારીરત્નો અનંત હોય છે.
નારી એ સંસ્કૃતિની ધરોહર છે. જૈન સંસ્કૃતિનો વિકાસ પણ એક યા બીજી રીતે આ નારીઓને જ આભારી છે. પુરૂષની પાછળ પણ પ્રેરણા તો નારી જ હોઈ શકે. એટલે કોઈકે કહ્યું છે કે,
ન પાવન આત્મા હોતી, ન જીવિત મંત્ર હી હોતે, કભી કી સંસ્કૃતિ મિટ જાતી, જો સભી નારીરત્ન ન હોતે.
શનિવાર
(૧૨૨)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪