________________
જેમાંથી મૃગાવતી, શિવા, પ્રભાવતી અને પદ્માવતીની ગણના ૧૬ સતીમાં થાય છે. ત્રિશલા ભગવાન મહાવીરના જનની હતા. ચેલણા રાજા શ્રેણિકની પત્ની હતી અને સતી હતી. જ્યારે સુજયેષ્ઠા નામની પુત્રી આજીવન બ્રહ્મચારી રહીને જૈન ધર્મનું પાલન કર્યું હતું. આમ ચેટકરાજાની સાતેય પુત્રીઓએ જૈન ધર્મને, જૈન સંસ્કૃતિને ઉજવળ બનાવવામાં ઘણો જ ફાળો આપ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય.
દેવી પદ્માવતી રાજા દધિવાહનના પત્ની અને કરકંકની માતા હતા. ગર્ભાવસ્થામાં થયેલા દોહદને કારણે પતિથી છૂટા પડી, કર્મના ખેલથી અસાર સંસારનો બોધ પામી, પોતે ગર્ભવતી છે એમ જણાવ્યા વિના દિક્ષા લીધી. કર્મસંયોગે વિખૂટા પડેલા પિતા-પુત્રનું મિલન થતા દધિવાહન રાજાને સંયમમાર્ગની પ્રેરણા કરી. અહિંસા ધર્મની આલબેલ પોકારવામાં આ બધી સતી સ્ત્રીઓનો સિંહફાળો રહેલો છે.
આ નારીઓમાં મુખ્ય નામ જયંતી શ્રાવિકાનું લઈ શકાય. જેમને ભગવાને પોતાના શ્રીમુખે ઘણા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. આ શ્રાવિકા ઘણા જ વિદ્વાન હતાં તેમણે મહાવીર સ્વામીને ઘણા પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા છે જે પેઢી દર પેઢી હજુ સુધી સચવાઈ રહ્યા છે. આગમમાં એ રીતે તેમનું અનન્ય યોગદાન છે. આ ઉપરાંત બીજી કેટલીય નારી છે જેમના નામ શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે લખાયેલ છે. આમાંના કેટલાક નામો જોઈએ તો માનવતી, સતી સોન, સતી શ્રીમતી, પ્રેરણામૂર્તિ કમલાદેવી, સુનંદા દેવી, વિદ્યાદેવી, સતી રત્નપ્રભા, સુમનદેવી, મહાસતી પ્રભંજના, બકુલાદેવી, મહાસતી કલાવતી, સતી મયણરેહા વગેરે ગણાવી શકાય. આ બધી સતીઓએ જૈન ધર્મના હાર્દને હૃદયમાં ઊતારી પ્રાણાંતે પાલન કરી જૈન શાસન જૈન સંસ્કૃતિને એક નવી જ ઊંચાઈએ પહોંચાડી છે. આ રીતે
SIબધાજ
૧૨૧)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪