________________
સતીત્વના પ્રભાવે દેવી બની ગઈ, અને ઘરના બધાને બૌદ્ધધર્મીમાંથી જિનધર્મી બનાવ્યા. જૈન સંસ્કૃતિના વિકાસમાં આનાથી મોટું યોગદાન કયું હોઈ શકે ?
ક્ષમાની મૂર્તિ શિવાદેવી જે મૃગાવતીના બહેન થાય તેમણે પણ જૈન સંસ્કૃતિને પોતાના જીવનમાં અવધારી. જીવન એવું જીવ્યા કે ક્ષમાના ગુણને આત્મસાત્ કરી પોતાના અને પારકા બંનેના હૃદય સ્થાન જમાવ્યું અને જૈન ધર્મનો જય-જયકાર બોલાવ્યો. પોતાના પર નજર બગાડનાર પતિના મિત્રને ધર્મનો ભાઈ બનાવી તેને સાચા માર્ગે વાળી પરસ્ત્રી પર નજર કરનાર પતિને પણ સાચા રસ્તે લાવ્યા. આવા શિવાદેવીની પ્રજાજનોએ તો જય બોલાવી જ. દેવો પણ જય-જયકાર કર્યો.
કોઈને પણ દુઃખ આપવું નહિ, કોઈના સુખને હડપ કર્યા વિના, ઇર્ષાવિહીન જીવન વ્યતીત કરવું અને ગમે તેટલા દુઃખો પડે તો પણ તેને શાંતિપૂર્વક સહન કરવા એ કુંતીજીના સિદ્ધાંતો હતા. આ સિદ્ધાંતો પર જીવનભર ચાલીને ધર્મનું પૂર્ણ રીતે પાલન કરવું એ નાની-સૂની વાત નથી.
સ્ત્રીની પરીક્ષા પતિની
"स्त्रीयः परीक्षा धनक्षये पुंस्तम् ।” પડતી સ્થિતિમાં થાય છે. દુઃખ, દારિદ્રય અને આપત્તિમાં જે સાથ નિભાવે તે જ સાચી અર્ધાંગની. દમયંતીએ પતિધર્મનું પાલન તો કર્યું સાથે સાથે ચતુરાઈપૂર્વક પતિની શોધ કરી અને અંતે સત્યની જીત થઈ.
બ્રહ્મચારિણી સતી પુષ્પચુલાના લગ્ન તેના સહોદર ભાઈ સાથે પિતાએ કર્યા. પુષ્પશુલાએ ભાઈને વાસ્તવિકતા સમજાવી આજીવન બ્રહ્મચર્ય પાળ્યું. અનેક ભવ્ય જીવોનો પણ ઉદ્ધાર કર્યો. અંતિમ સમયે સંપૂર્ણપણે કર્મોનો નાશ કરી અજર-અમર પદ પામ્યા. પ્રભાવતી સતી ચેટકની પુત્રી હતી. ચેટકને સાત પુત્રીઓ હતી.
૧૨૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા