________________
હોવાથી ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આનાથી ઉલટું બ્રહ્મચર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્વપત્ની કે સ્વપતિથી સંતોષની વાત કરી છે. વિવાહ પદ્ધતિ અને દક્ષિણના દિગંબર આચાર્યોની ભેટ છે હિંદુવિધિનું જૈનીકરણ કરવામાં આવ્યું છે. | (૫) સતીપ્રથા અને જૈનધર્મ ઃ જૈન સાહિત્યમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે પોતાના પતિના મૃત્યુ બાદ પત્ની તેની સાથે ચિતામાં બળી મરી હોય. જૈનધર્મ આવા મૃત્યુને ધિક્કારે છે. તેમાં સમાનતાની ભાવના આવતી નથી. પતિ પોતાના આયુષ્ય કે શૌર્યના પરાક્રમથી મૃત્યુ પામ્યો હોય. સતીપ્રથા એ બાળમરણ અને સામાજિક રિવાજની વિરૂદ્ધ ગણાય છે. જેને સાહિત્યમાંથી એક વાત ફલિત થાય છે કે પત્નિ-પતિના મરણ બાદ તેનો કાર્યભાર સંભાળતી હોય છે. દા.ત. ભદ્રા શેઠાણી-શાલિભદ્રની માતા. પતિના મૃત્યુ બાદ પુત્ર માતાની સારસંભાળ રાખતો હોય છે. એક અપવાદ એ છે કે વસ્તુપાલ તેજપાલની પત્નિઓએ પોતાનું જીવન પતિના મરણ બાદ અનશન કરીને ટૂંકાવ્યું હતું. આ બાબત તેમણે સ્વેચ્છાએ કરી હતી.
(૬) નારી શિક્ષણ : પુરૂષો ૭૨ કળા અને સ્ત્રીઓ ૬૪ કળામાં પારંગત હોવાની વાત બહુ સામાન્ય છે. બ્રાહ્મી અને સુંદરીને ગણિત અને લિપિનું જ્ઞાન હતું. યાક્તની મહાત્તારાની વિદ્વતા અને પાંડિત્ય જાણીતા છે. શ્રી હરીભદ્ર પોતાની રચનાઓમાં પોતાને યાકિની મહાત્તારા પુત્ર તરીકે ઓળખાવે છે. અનુપમાદેવી શ્રેષ્ઠી તેજપાલના પત્ની હતા. તેઓ વાસ્તુકલામાં નિષ્ણાત હતા. તેમના માર્ગદર્શન હેઠળ આબુના આદિનાથ ભગવાનનું દેરાસર, દેલવાડાના દેરાં ઉપરાંત શત્રુંજય મંદિરના નિર્માણમાં પણ માર્ગદર્શન આપ્યું હતું. આર્થીકાવ©ણથી એક એવા સ્ત્રી સાધ્વી હતા કે જેમણે આર્થીકાનું
જ્ઞાનધારા
(૧૧૧)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪