________________
પરિસ્થિતિ ઉપરાંત નારીના જમા પાસાંમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ભાવના અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અથવા આત્માના ઉદ્ધાટનની પ્રાધાન્યતા છે.
બધા જૈન સંપ્રદાયોમાં નારીની બૌદ્ધિક શક્તિની મર્યાદા આંકવામાં આવી છે તેથી દૃષ્ટિવાદ, અરૂણપ્રયાત અને નિશીથના અધ્યયનો કરવા માટે મનાઈ છે. હવે તેમાં ફેરફાર થયો છે. સ્ત્રી સાધ્વીને વ્યાખ્યાન આપવાની છૂટ છે. સ્ત્રી દીક્ષાએ ઉદાર દૃષ્ટિકોણનો ઘોતક છે.
(૨) નારી સ્વતંત્રતા નારી સંપૂર્ણ સ્વતંત્ર હતી. નારી ખાનપાન, ધાર્મિક વિશ્વાસ, આચાર, વ્યવહાર અને લગ્ન માટેના નિર્ણયો લેવામાં સ્વતંત્ર હતી. દા. ત. રેવતી અને મહાઘટક, આનંદ અને તેની પત્નિ, આગમીક કાળમાં ફેરફાર જોવા મળે છે. પત્નિને પતિની ઇચ્છા કે ધાર્મિક બાબતોમાં માન આપવું પડે છે. ભિક્ષુણી સંઘને સ્વતંત્રતા હતી પણ આગમીક કાળમાં ચાતુર્માસ, પ્રાયશ્ચિત, શિક્ષણ અને સુરક્ષા માટે નિયંત્રણો અસ્તિત્વમાં આવ્યા.
(૩) પુત્ર-પુત્રીની સમાનતાનો પ્રશ્ન ઃ જૈન આગમોમાં બન્નેને સમાન સ્થાન હતું. આર્થિક બાબતો સિવાય પુત્રને કોઈ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. ધાર્મિક જીવન અને સાધનાના ક્ષેત્રમાં બન્ને સમાન હતા. આજની પરિસ્થિતિમાં આર્થિક પ્રધાનતા વધતાં પુત્રીઓની ઇચ્છા ઓછી થતી જાય છે. સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સ્તરે સ્ત્રી જન્મ, કેળવણી, સ્વાસ્થ્ય અને સમાનતા ઉપર ભાર મૂકવામાં આવે છે. હાલમાં સમાજમાં ૧૦૦૦ પુરૂષોની સંખ્યા સામે Ż૫૦ થી ૯૦૦ સ્ત્રીઓની સંખ્યા છે.
(૪) વિવાહ સંસ્થા અને નારી પુરૂષની સમાનતા : વિવાહ સંસ્થા એ સમાજનું એક અંગ હોવા છતાં જૈન ધર્મ નિવૃત્તિ પ્રધાન
જ્ઞાનધારા
૧૧૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪