________________
બર્મામાં જૈન ધર્મની પ્રવૃત્તિ
ઈ.સ. ૧૮૮૫માં રંગુનમાં સ્થાયી થયેલા જયપુરના શેઠ કિશનચંદ ફુગાલિયા તેમની સાથે રૂપાની પાર્શ્વનાથની મૂર્તિ સાથે લઈ ગયા હતા. તેમણે ઈ.સ. ૧૯૦૧માં ઘર-દેરાસર પણ બાંધેલ. પૂર્વ એશિયાઈ દેશોમાં જૈન ધર્મની પ્રવૃત્તિ:
મલેશિયાના કુઆલાલુપુરમાં જૈન મંદિર છે.
થાઈલેન્ડ અને બેંગકોકમાં રાજસ્થાનથી ગયેલ લગભગ ૧૦૦ જૈન કુટુંબો છે.
સિંગાપોરમાં લગભગ ઈ.સ. ૧૯૭૨થી ભારતમાંથી દેશાંતર ચાલુ થયેલ. હાલ લગભગ ૧૨૦ જૈન કુટુંબો છે. ત્યાં જૈન સમાજ પણ સ્થપાયેલ છે. સિંગાપોરમાં થતા સ્વામીવાત્સલ્યની વિશેષતા એ છે કે રસોઈ તૈયાર કરવામાં તેઓ રસોઈયો ન રાખતા સ્ત્રીઓ જાતે રસોઈ તૈયાર કરે છે.
હોંગકોંગમાં પણ લગભગ ૧૦૦ જૈન કુટુંબો છે. પશ્ચિમ એશિયાઈ દેશોમાં જૈન ધર્મની પ્રવૃત્તિ
સાઉદી અરેબિયા, ઓમન, મસ્કત, દુબઈ, અબુધાબી, શારજાહ, બહેરીન, કુવૈત વગેરે ઈસ્લામિક દેશોમાં સ્થાયી થનાર જૈન કુટુંબની સંખ્યા ૫૦૦-૬૦૦ જેટલી છે.
આ બધા દેશોમાં ભલે જૈન સમાજ નાનો હોય, પણ પાયાના સંસ્કારોથી જૈન ધર્મની પ્રવૃત્તિઓ જીવંત રાખે છે. ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક ઉજવે છે.
ઈ.સ. ૧૯૭૩માં લેસ્ટરમાં જૈન સમાજની સ્થાપના થઈ. જે હાલ જૈન સમાજ, યુરોપને નામે ઓળખાય છે. ડૉ. નટુભાઈ શાહ નામના ગૃહસ્થનું આ સેન્ટર ખાતે મોટું પ્રદાન છે. લેસ્ટરનું દેરાસર ઈ. સ. ૧૯૮૩માં બંધાયું. જે યુ.કે.નું પ્રથમ જૈન દેરાસર છે, જે યુ. કે.ના જૈન સમાજની કલાભાવના અને ભક્તિભાવનાનું પ્રતીક છે.
તાજેતરમાં યુ. કે.ના સૌથી મોટા મંદિરની પ્રતિષ્ઠા પોબારના વિસ્તારમાં થઈ. ૮૦ એકર હરિયાળી જમીન પર ઓશવાલ એસોસિયેશન દ્વારા આ મંદિરની પ્રતિષ્ઠાવિધિ નિમિત્ત બહુ ભક્તિભાવપૂર્વક ૧૦ દિવસ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો બહુ ઉત્સાહપૂર્વક ઉજવાઈ ગયા.
1
જ્ઞાનધારા - ૩
- -- - lusic 11 || | 0
1
1 GS ,
L
LC STTT
Limbdi L 1
સાહિત્ય જ્ઞાનસત્ર-૩
L