________________
1 જેના અનુયાયીઓનું પરદેશમાં દેશાંતર (ા અને જૈન ધર્મનો પરદેશમાં પ્રચાર-પ્રસાર
જૈિન વિધામાં M.A.M.Phil ગૂજરાત વિધાપીઠ - પ્રીતિબહેન શાહ અમદાવાદમાં કરેલ છે. વીરચંદ રાઘવજી ગાંધીપર
સંશોધન કાર્ય કરેલ છે. અર્વાચીન સમયમાં હાલ વિશ્વના લગભગ મોટા ભાગના દેશોમાં જેનો સ્થાયી થયા છે. આ કારણે વિદેશમાં જૈન ધર્મની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે. આફ્રિકામાં જૈન ધર્મની પ્રવૃત્તિઃ
ઈ.સ. ૧૮૮૬માં સોનાની શોધ થતા જ્હોનિસબર્ગ અને ટ્રાન્સવાલમાં ભારતીય વ્યાપારીના દેશાંતરનો પ્રવાહ ચાલુ થયો. આ પશ્ચિમ આફ્રિકાના કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા, મોઝામ્બિક, ઝાંઝીબાર, પૂર્વ આફ્રિકાનાં દરિયાઈ શહેરો તેમ જ ઝામ્બિયા, ઝીમ્બાબવે, માલાવી વગેરેનો સમાવેશ થાય છે.
ઝાંઝીબાર ઈ.સ. ૧૮૦૦માં સ્થાયી થનાર જૈન કુટુંબોમાં સાકરચંદ પાનાચંદનું નામ અગ્રગણ્ય છે ઈ.સ. ૧૮૯૦માં સ્થાયી થનાર જૈન કુટુંબોમાં ડો. મોહનલાલ મહેતાના પિતાશ્રી પ્રભાશંકર મહેતા હતા. ડૉ. મોહનલાલ મહેતા ૩૨ વર્ષની વયે આઠ યતિઓ પાસેથી જૈન સિદ્ધાંતોનું જ્ઞાન મેળવ્યું હતું, ત્યાર પછી ડૉ. મોહનલાલ મહેતા કેનેડાના ટોરેન્ટોમાં વસ્યા હતા અને જૈન ધર્મની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા.
કેનિયા અને મોમ્બાસામાં લગભગ ૨૦,૦૦૦ જૈન વસે છે. નૈરોબીમાં ૨ જૈન મંદિરો છે. નૈરોબી જૈન સંઘની સ્થાપના ઈ.સ. ૧૯૨૭માં ૩૪ જૈન કુટુંબો સાથે થયેલી, જે હાલ ૧૫૦ જૈન કુટુંબો છે.
તાજેતરમાં કેનિયા-નૈરોબી જૈન સંઘ અને વિરાયતન ઈન્ટરનેશનલના ઉપક્રમે ભગવાન મહાવીરનાં મૂલ્યો વિશે એક સેમિનાર યોજાઈ ગયો, જેમાં ભારત, અમેરિકા તથા બીજા દેશોથી ઘણા જૈન પ્રતિનિધિઓએ હાજરી આપેલ. જ્ઞાનધારા-૩ ૮૪ ન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)