________________
મેરી સફૂલ ધરીરી’ આ પદમાં પણ આત્માને જગાડવાના પ્રયત્નો બતાવ્યા છે. મોહના આવરણથી સંસારમાં રચ્યોપચ્યો આત્મા ગર્ભની વેદના ભૂલી ગયો છે, તેને જાગ્રત કરે છે. ‘આતમ અનુભવ રસિક્કો' આ પદમાં કવિએ ચેતનને અનુભવ-રસિક કહ્યો છે. સર્વ પદોમાં મુગટ સમાન આ પદમાં આનંદઘનજીએ સાધકને સાધનાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. કેટલી ઓછી પંક્તિઓમાં એમણે અધ્યાત્મ-માર્ગરૂપ ચાવી આપી દીધી છે. સ્વાનુભવ વિના આવી પંક્તિઓ લખી શકાય નહિ. આ ઉપરાંત વિવિધ પદોમાં આત્માની ઉત્તમ શક્તિનું દર્શન કરાવે છે. સદ્ગુરુના યોગનું મહત્ત્વ બનાવી સમ્યક્ત્વ પામવાનો રસ્તો બતાવે છે. આત્માને ઢંઢોળ્યો છે. આત્માને તેની વાસ્તવિક્તાનું દર્શન કરાવે છે. સ્વ-પર પરિણતિનું ભેદજ્ઞાન કરાવે છે. આત્માની જ્ઞાનદશા પ્રગટ થાય ત્યારે કેવો અનુભવ થાય, તેનું નિરૂપણ કર્યું છે. વિભાવદશામાંથી સ્વભાવમાં પાછા ફરેલા જીવનો કેવો આનંદ હોય તેનું લૌકિક ભાષામાં વર્ણન છે. ક્યાંક આત્માની વ્યાકુળતા પ્રદર્શિત કરી છે, ક્યાંક આત્માના મૂળ સ્વરૂપની વાત કરી છે. એક વાર આત્મસ્વરૂપની ઓળખ થાય, પછી તે પામવા માટે કેવો તલસાટ જાગે, તે વાતને કવિએ સુંદર રીતે સમજાવી છે. પ્રભુભક્તિ માટે નમ્રતાનું કેટલું મહત્ત્વ છે. ‘ક્યા માંગુ ગૂન હીના' આ પદ દ્વારા સમજાવ્યું છે. ‘આશા ઔરનકી ક્યા કીજે' આ પદમાં કવિએ ભૌતિક સુખ કરતાં બહ્મરસના પાનનું કેટલું મહત્ત્વ છે તે સમજાવ્યું છે.
આમ વિવિધ પદો દ્વારા આનંદઘનજીએ આત્માને ઢંઢોળીને જાગૃત કર્યો છે. પછી તેનું મૂળ સ્વરૂપ સમજાવ્યું છે. પછી તેને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. પ્રાપ્ત કર્યા પછીના આનંદનું નિરૂપણ કર્યું છે ને આત્માસાધનાની પરાકાષ્ઠા પામ્યા પછી બીજું બધું અત્યંત તુચ્છ લાગે છે, તે વાતને ગંભીરતાથી સમજાવી છે.
જ્ઞાનધારા -૩
-------- ૬૨
---
: €
▬▬▬▬▬
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩