________________
(૧૨) વિશિષ્ટ આત્મજ્ઞાન. (૧૩) ભક્તિભરી ઊર્મિઓ. (૧૪) વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ અને સ્થિરતા. (૧૫) અપ્રમત્ત ભાવ: મુનિધર્મ પરમનિધાનનું દર્શન. (૧૬) સામર્થ્ય યોગ ઃ સમભાવની પ્રાપ્તિ. (૧૭) ઉપશમ ભાવની પરાકાષ્ઠા. (૧૮) આત્માનો સાક્ષાત્ અનુભવ. (૧૯) અઢાર દોષરહિતપણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ. (૨૦) મુક્તિની શક્યતા. (૨૧) તીર્થ શાસનની સ્થાપના. (૨૨) પરમાત્મભાવની પ્રાપ્તિ. (૨૩) સર્વજ્ઞતા. (૨૪) શૈલશીપણું.
એ પ્રમાણે ક્રમે ક્રમે આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે રહસ્ય આ ચોવીશી દ્વારા સમજાવવામાં આવેલું છે. દરેક અવસ્થામાં આત્મા કેવા ભાવો અનુભવે છે? તેનું બાહ્ય સ્વરૂપ કેવું હોય છે? વગેરેનો ખ્યાલ આ સ્તવનોના અભ્યાસથી આવી શકે છે.
આનંદઘનજીએ એકસોથી અધિક પદો લખ્યાં છે. બેર બેર નહીં આવે અવસર, “અબ હમ અમર ભયે ન મરેંગે” “ક્યા સોવે ઉડ જાગ બાઉ રે, આશા ઓરનકી ક્યા કીજે', “રામ કહો રહેમાન કહો.. “યા પુદ્ગલ કા ક્યા વિસવાસા', “સાધો સમતા રંગ રમીએ', “અવધૂ ક્યાં માંગુ ગુન હીના', અબ ચલો સંગ હમારે.'
આ બધાં પદોમાં માર્મિક ચર્ચાઓ કરી છે, જે આત્મ-સાધનાની પ્રક્રિયામાં ઘણી સહાયરૂપ છે. તેમાં ગુરુકૃપા, સાધુ સંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઇત્યાદિ પર બહુ ભાર મૂક્યો છે.
પદોમાં પણ વિવિધ રીતે આત્મસાધનાની પ્રક્રિયાની રીતો બનાવી છે. ક્યા સોવે' પદમાં પહેલા આત્માને મૂચ્છમાંથી જગાડે છે. “જીવ જાને જ્ઞાનધારા-૩ B ૧ E ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)