________________
વાપર્યા છે તે શબ્દો, શ્રીમદ્ભા હૃદયની ફુરણા સાથે પરિણત થયા છે... અનુમાન પર આવીએ તો ગુર્જર દેશના હોવાથી તેમણે પહેલી ગુર્જર ભાષામાં ચોવીશી રચી અને પશ્ચાત્ હિન્દુસ્તાન, મારવાડ વગેરે દેશના લોકોના ઉપયોગથે તેમનાથી વ્રજ ભાષામાં આત્મા અને સુમતિ વગેરે પાત્રના ઉદ્ગારોમય પદો બન્યાં હોય. ગુર્જર દેશમાંથી મારવાડ અને મેવાડ તરફ તેમનો વિહાર થતાં એ તરફના વિદ્વાનોની પેઠે હિન્દુસ્થાની-મિશ્રિત ભાષામાં, પદોના ઉદ્ગારો કાઢ્યા હોય એવું અનુમાન કરી શકાય છે. જો કે આ અનુમાન આનંદઘન ગુજરાતના વતની હતા, એ અનુમાન પર આધારિત હોવાથી કેટલું વિશ્વાસપાત્ર ગણાય તે પ્રશ્ન છે.” | મુનિશ્રી જિનવિજયજીએ એક પ્રત્યક્ષ મુલાકાતમાં આ અંગે કહ્યું હતું કે - “આનંદઘન બાવીસીમાં જેન યતિની શરૂઆતની દૃષ્ટિ દેખાય છે. એમાં એમની ધર્મનિષ્ઠા પ્રગટ થાય છે, પરંતુ એ પછી એમની દૃષ્ટિ વ્યાપક બની તેનું પ્રતિબિંબ પદોમાં પડે છે. પદો અને સ્તવનોનું વક્તવ્ય તપાસતાં આ મંતવ્ય સતર્ક લાગે છે, પરંતુ તેના સમર્થનમાં કોઈ નક્કર પ્રમાણ મળતું નથી.”
શ્રી અગરચંદજી નાહટા પણ માને છે કે - સ્તવનો એમના અધ્યાત્મઅનુભવની પ્રાથમિક દશામાં રચાયેલાં અને પદો પકવ વયે ઉત્તરકાળમાં રચાયેલાં પ્રતીત થાય છે. પદોમાં તેઓ સાંપ્રદાયિકતાથી ઘણા ઉપર ગયેલા પ્રતીત થાય છે, જે સ્તવનોમાં નથી. આનંદઘન સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ તરફ વળ્યા એમ દર્શાવવા માટે કેટલાંક સ્તવનોને પહેલાં અને પદોને પછી મૂકે છે. હકીકતમાં આનંદઘનજીનાં પદોમાં પણ ઋષભ જિનેશ્વર, અરિહંત અને જિનચરણે ચિત્ત લાવવાની વાત આવે છે. એમાં પ્રભુપ્રીતિનો એક પ્રકારનો તલસાટ અનુભવાય છે, પરંતુ એવાં પદો રચવાની પરંપરા જૈન રચયિતાઓમાં જોવા મળે છે. આથી સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિનો ક્રમિક વિકાસ દર્શાવી શકાય એટલો સ્પષ્ટ ભેદ બે વચ્ચે બતાવી શક્યા તેમ નથી. તે મત ભાગ્યે જ સ્વીકાર્ય કરે તેમ છે.”
શ્રી મોતીચંદ કાપડિયા માને છે કે - “આનંદઘનજીએ પહેલાં પદો રચ્યાં હતાં અને પછી સ્તવનોની રચના કરી હતી.” પોતાના આ અભિપ્રાયને તેઓ ત્રણ પ્રમાણોથી સમર્થિત કરે છે . “સ્તવનોની ભાષા, સ્તવનોની વિચારપ્રૌઢિ અને અધૂરાં રહેલાં સ્તવનોને તેઓ લક્ષમાં લેવાનું કહે છે. તેમના માનવા પ્રમાણે આનંદઘનજીની મૂળ ભાષા રાજસ્થાની હતી. આથી એ ભાષામાં પદોની રચના ભાષાષ્ટિએ ઘણી વેધક બની છે, જ્યારે પાછળથી રચાયેલાં જ્ઞિ વારા-
૫૦ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)