________________
આનંદઘનનાં પદોમાં ઊર્મિનો કવિત્વમય ઉછાળ, ભાવને લાડથી રમાડતી વાણી અને વીજળીની માફક અંતરમાંથી પ્રગટેલી, ઉલ્લાસથી રસેલી અનુભૂતિ મળે છે. પદોમાં એ કહે છે -
વેદ ન જાણું કહેબ ન જાણું, જાણું ન લક્ષણ છન્દા,
તરકવાદ વિવાદ ન જાણું, ન જાણું કવિ ફંદા.૩૦ પદોની ભાવવાહી વાણીમાં ભક્તિ અને વૈરાગ્યના ઉલ્લાસની છોળો ઊછળે છે. પદોમાં કવિની વાણી છે અને પરમતત્ત્વ સાથેના અનુસંધાનનું ઊછળતું આનંદસંવેદન છે. આ પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનો ઉદ્ગાર સંભળાય છે. સ્તવનમાં જૈન શાસ્ત્રની દૃષ્ટિએ આલેખાયેલા આત્મજ્ઞાનવિષયક વિચારો છે, જ્યારે પદોમાં શાસ્ત્ર કે સિદ્ધાંતના વર્તુળને ઘણુંખરું દૂર રાખી હૃદયમાંથી નીકળતા સહજ આનંદાનુભવના ઉદ્ગારો ઝિલાય છે. સ્તવનમાં ઠરેલ જ્ઞાનીની સ્વસ્થતા છે, તો પદમાં મરમી સંતના હૃદયની વેદના છે; જોકે ગહન અનુભૂતિનો સ્પર્શ તો બંનેમાં છે.
રસિકતા અને ચોટદાર આલેખનની દૃષ્ટિએ આનંદઘનનાં પદો સ્તવનોના મુકાબલે ઊંચું સ્થાન ધરાવે છે. આનંદઘનનાં સ્તવનો જૈન પરંપરામાં ગૌરવભર્યા સ્થાને બિરાજે છે, તો આનંદઘનનાં પદો કબીર, નરસિંહ અને મીરાંનાં પદોની હારમાં બેસે તેવાં છે. આનંદઘનનાં સ્તવનો પર ગુજરાતી ભાષાનો ઢોળ ચડાવેલો દેખાય છે, જ્યારે પદોનું કાઠું અને છટા મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં દેખાય છે.
પદો અને સ્તવનો વસ્તુ, ભાવ, વિચાર અને આલેખનની આ ભિન્નતાને કારણે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આનંદઘનજીએ પહેલાં સ્તવનો રચ્યાં હશે કે પદો ? આ અંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી, મુનિ જિનવિજયજી અને શ્રી અગરચંદજી નાહટાનો મત એવો છે કે - “આનંદઘનજીએ પહેલાં સ્તવનો અને પછી પદો રચ્યાં હશે,” જ્યારે શ્રી મોતીચંદ કાપડિયાને મતે - “પહેલાં પદો રચાયેલાં અને પછી સ્તવનો.” આનંદઘનજીએ પહેલાં સ્તવનો રચ્યાં એવા પોતાના મંતવ્યના આધારરૂપ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે - “શ્રીમની રચેલી ચોવીશી અને પદો છે, તેમાં જે આદ્ય ઠરે તેના અનુમાને જન્મદેશના નિર્ણય ઉપર આવી શકાય. શ્રીમદ્ પહેલી ચોવીશી રચી એમ કેટલાંક અનુમાનોથી સંભાવના કરી શકાય છે. તે સમયમાં ચાલતી એવી ગુજરાતી ભાષાનાં શબ્દોમાં તેમણે ચોવીશી રચેલી છે. તે સમયના ગુર્જર ભાષાના સાક્ષરોએ જે ગુજરાતી ભાષાના શબ્દો જ્ઞિાનધારા -૩ ૪૯ કર જન સાહિત્ય જ્ઞાનસત્ર-]