________________
છે.” .......... વૈરાગ્ય એવો છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી.”
વળી પત્ર ૯૪૦માં કહે છે: “શરીર પ્રત્યે અશાતા મુખ્યપણે ઉદયમાન વર્તે છે, તો પણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ.”“આત્મભાવની અપૂર્વતાનો લીધે તેઓ વેદનીય ઉદયને શાંતિ, સ્વસ્થતાથી સહન કરતાં શ્રી ઉજમશીભાઈને તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે – “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું.” (પત્રાંક ૪૮) તેથી જ તેમનું આચરણ એટલે જ્ઞાની પુરુષનું સનાતન આચરણ - જે જે કાળે, જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું, જે તેમની ભાવસમાધિ દશાનું સૂચન કરે છે.
અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્યભાવેને વિશે સ્થિર થતું નથી- સ્વરૂપને વિશે સ્થિર રહે છે.
તેમના પત્રોનો સંગ્રહ જેન શાસનના શ્રુતજ્ઞાનના ભંડારમાં બહુમૂલ્ય ગ્રંથ બની રહે છે.
સંદર્ભસૂચિ ૧ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ, ૧૯૬૪ ૨ આચારાંગ સૂત્ર
અમૃતચંદ્ર સર્વાર્થસિદ્ધિ ૪ પંડિત સુખલાલ - દર્શન અને ચિંતન-૧ ૫ આત્મસિદ્ધિશાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્ર
(જ્ઞાનધારા -૩
૪ ૧૯ -
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)