________________
અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમકાળમાં પરમશાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” આ પત્ર દ્વારા તેમની આત્મસ્થ જ્ઞાનદશાનો અણસાર આવે છે. દેહાધ્યાસથી પર એવા આત્મતત્ત્વને તેમણે જાણ્યો હતો. તેથી તેઓ કહે છેઃ
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ રે” (પત્રાંક ૫૮૫) સૌભાગ્યભાઈને એક પત્રમાં તેઓ લખે છે - જે દેહ પૂર્ણ યુવાસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ?”
ગાંધીજીએ લખેલ (૨૭) પ્રશ્નોમાં છેલ્લો પ્રશ્ન છે : “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો ?” એના ઉત્તરમાં તેઓ ગાંધીજીને કહે છે કે “સર્પને તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે. તથાપિ જો ‘દેહ અનિત્ય છે’ એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય !” આ ઉત્તર પણ તેમની ઉત્કૃષ્ટ જ્ઞાનદશા સૂચક છે.
-
પત્રાંક ૪૧૫માં તેમની નિઃસ્પૃહતાના દર્શન થાય છે : “સ્ત્રી, કુટુંબ કે વ્યાપારમાં ભાગીદાર એ સર્વ સાથે તેઓએ ફક્ત પૂર્વભવમાં કરેલું કરજ આપી નિવૃત્ત થવું છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી.”
પત્રાંક ૨૫૫માં તેમની વિદેહી દશાનો ખ્યાલ આવે છે “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી. દેહધારી છીએ કે કેમ તે સાંભરીએ ત્યારે માંડ જાણીએ છીએ.
જ્ઞાનદશાની સાથે સંબંધિત તેમની અપૂર્વ વીતરાગતા પત્ર ૨૧૪માં જોવા મળે છે “આ જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્
જ્ઞાનધારા - ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૧૮
------