________________
પ્રજ્ઞાપના સૂત્રની રચના સંપૂર્ણ પ્રશ્નોત્તર શૈલીમાં થઈ છે. ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ઉત્તરદાતા ભગવાન મહાવીર છે. સૂક્ષ્મ વિચારણા દ્વારા યોગને ગણિતાનુયોગ સાથે જોડી પ્રશ્નનાં બધાં પાસાંઓનો સ્પર્શ કરવામાં આવે છે અને પ્રશ્નના ઉત્તરને સ્યાદવાદ શૈલીથી કથન કરી. બાકીના અકથ્ય ભાવોને અવક્તવ્ય કહી પ્રશ્નની સીમાથી પરે છે' તેવો ભાવ પ્રરૂપિત કર્યો છે. જેમકે - એક પરમાણુ વિશે પ્રશ્ન કરે છે અને તેના ગુણધર્મ વિશે જિજ્ઞાસા કરે છે ત્યારે ભગવાન સ્વયં અવક્તવ્ય કહી, શબ્દાતીત ભાવોને જણાવે છે. સપ્તભંગીનો ચોથો ભંગ અવક્તવ્યનો ઉલ્લેખ અનેક સ્થાને છે. પ્રજ્ઞાપના સૂત્રમાં ઠેકઠેકાણે “સિય' (કદાચિત) શબ્દ આવે છે. જેમાં અપેક્ષાવાદનો પૂર્ણ ઉપયોગ કરી સાપેક્ષવાદને મહત્ત્વ આપ્યું છે. વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન પણ આ જ વાત કહે છે કે વિશ્વના બધા ભાવો એકાંતરૂપે કહી શકાય તેમ નથી. આ સિદ્ધાંતનું નામ “Reality of Truth' છે. આમ, ક્યાંય આગ્રહવાદ કે એકાંતવાદને સ્થાન નથી.
પ્રજ્ઞાપના સમગ્ર શાસ્ત્ર ઘણા જ ગૂઢ, કલ્પનાતીત તથા સૂક્ષ્મ ભાવોને પ્રરૂપિત કરનાર બેજોડ શાસ્ત્ર છે. તે જૈનદર્શનના આધ્યાત્મિક ભાવો સિવાયના પદાર્થગત સૂક્ષ્મ ભાવોનું દ્રવ્યાર્થિક નય અને પરમાર્થિક નય દ્વારા ઉદ્ઘાટન કરે છે. એક રીતે આત્માનું જેમ અધ્યાત્મ છે, તેમ પદાર્થનું પણ અધિદ્રવ્ય' હોય, તેમ ફલિત થાય છે. અધ્યાત્મમાં મધ + માત્મા આ બે શબ્દોની સંધિ થયેલી છે. આનો અર્થ અંતર્ગત થાય છે. પદાર્થની અંતર્ગત કે બીજાં દ્રવ્યોની અંતર્ગત ક્રિયા થાય છે. જેટલી આધ્યાત્મિક ક્રિયા જીવદ્રવ્યમાં થાય છે, તેટલી અંતર્ગત ક્રિયા પુદ્ગલાદિ અજીવદ્રવ્યમાં પણ થાય છે. પ્રજ્ઞાપના સૂત્ર આવી અંતર્ગત ક્રિયાઓનું ઉદ્ઘાટન કરે છે, તેટલું જ નહિ પણ સાપેક્ષ ભાવોને ભિન્ન-ભિન્ન નયોથી નિહાળી તેના અસ્તિત્વને શેયથી પ્રમેય સુધી અને પ્રમેયથી મહાપ્રમેય સુધી સમજવા બુદ્ધિને દોરી જાય છે.
અજીવ પ્રજ્ઞાપનામાં પુદ્ગલદ્રવ્યમાં સંઘટન અને વિઘટન થતું હોવાથી તેમાં પરમાણુરૂપ ભેદ થાય છે. સ્કંધથી છૂટા પડેલા અવિભાજ્ય અંશને પરમાણુ પુદ્ગલ કહે છે. પરમાણુઓના પારસ્પરિક બંધનથી સ્કંધના નિર્માણની પ્રક્રિયાને સમજાવવા માટે તત્ત્વાર્થ સૂત્ર'ના પાંચમા અધ્યયનમાં એક સૂત્ર છે. “સ્નિગ્ધરૂક્ષત્થાત્ બન્ધ” અર્થાત્ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓ એકબીજાને મળીને અંધ બને છે. તે વ્યાખ્યા આજે વૈજ્ઞાનિક વ્યાખ્યા સંમત બની ગઈ છે. સ્નિગ્ધ એટલે ઘનાત્મક વિદ્યુતથી આવેશિત અને રૂક્ષ એટલે (જ્ઞાનધારા-૩
૧૦૦ E શ્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)