________________
પ્રજ્ઞાપના સૂત્ર'ને આધારે | જિનાગમમાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ
કેતકીબહેન શાહ ઘાટકોપર-સ્થિત કેતકીબહેન જૈનદર્શનના
અભ્યાસુ છે. મુંબઈ યુનિ.માં પીએચ.ડી. કરી રહેલ છે.
प्रकर्षरूपेण ज्ञापना-प्ररुपणा इति प्रज्ञापना ।
પ્રકર્ષ રૂપથી અર્થાત્ વિવિધ ભેદ-પ્રભેદ દ્વારા જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યનું કથન કરવું તે પ્રજ્ઞાપના છે.
અનુયોગ એટલે અનુરૂપ અર્થ સાથે સૂત્રનું જોડાણ. અનુયોગ એટલે અર્થ પ્રગટ કરવાની વિધિ. અનુયોગ એટલે વ્યાખ્યા.
વ્યાખ્યય વસ્તુના આધારે વ્યાખ્યા સાહિત્યમાં અનુયોગના ૪ વિભાગ કરવામાં આવે છે : (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ.
જીવાદિ દ્રવ્યો, નવ તત્ત્વાદિ વિષયોના વર્ણનને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. દ્રવ્યો દ્વારા હેતુક જે અનુયોગ અથવા દ્રવ્યનો દ્રવ્ય સાથે, દ્રવ્યનો પર્યાય સાથેનો યોગ તે દ્રવ્યાનુયોગ કહેવાય છે.
પ્રજ્ઞાપના સૂત્ર'ના પ્રથમ પદ પ્રજ્ઞાપના' પદમાં વિશ્વના મુખ્ય બે દ્રવ્ય - જીવદ્રવ્ય અને અવદ્રવ્યનું વિસ્તારથી વર્ણન છે.
ચૈતન્ય લક્ષણ, જ્ઞાન દર્શન ગુણથી યુક્ત, સુખ-દુઃખનો અનુભવ કરનાર જીવદ્રવ્ય.
જે જીવ નથી, જેમાં ચૈતન્ય લક્ષણ નથી, તેવા જડ દ્રવ્યને અજીવદ્રવ્ય કહે છે.
અજીવદ્રવ્યના બે ભેદ : અરૂપી અજીવ અને રૂપી અજીવ.
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય તે અરૂપી છે કે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન હોય છે, તે રૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને કાલ - એ ચાર અરૂપી અજીવ છે.
ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક થાય છે.
જ્ઞાનધારા - ૩.
| ૧૫.
| સાહિત્ય જ્ઞાનસત્ર-૨
TI I
Lili