________________
(૨૧) અસ્તિકાય દ્વાર :
દ્રવ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુતુલ્ય કે વિશેષાધિક છે.
(૧,૨,૩) ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, આ ત્રણે દ્રવ્યો પરસ્પર તુલ્ય છે તથા દ્રવ્યની અપેક્ષાએ સર્વથી થોડા છે, (૪) તેનાથી જીવાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે, (૫) તેનાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે, (૬) તેનાથી અધા સમય (કાળદ્રવ્ય) દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે.
(૧, ૨) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્યો પ્રદેશની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે અને સર્વથી થોડા છે (૩) તેનાથી જીવાસ્તિકાય (સર્વ જીવો) પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે (૪) તેનાથી પુદ્ગલાસ્તિકાય (સર્વ પુદ્ગલો) પ્રદેશની અપેક્ષાએ અનંતગુણા છે. (૫) તેનાથી અદ્ધા સમય (કાળ) અપ્રદેશોની અપેક્ષાએ એટલે ઔપચારિક દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે. (૬) તેનાથી આકાશાસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે.
(૧) દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે. (૨) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
(૧) દ્રવ્યની અપેક્ષાએ અધર્માસ્તિકાય દ્રવ્ય એક દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે અને તેનાથી પ્રદેશોની અપેક્ષાએ અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતાગુણા છે.
(૧) દ્રવ્યની અપેક્ષાએ આકાશાસ્તિકાય દ્રવ્ય એક દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે. (૨) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતગુણા છે.
(૧) દ્રવ્યની અપેક્ષાએ અનંત જીવાસ્તિકાય દ્રવ્ય સર્વથી થોડા છે અને (૨) પ્રદેશોની અપેક્ષાએ જીવાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતાગુણો છે.
अद्धा समय ण पुछिज्जइ पएसाभावा ।
ભાવાર્થઃ કાળ(અદ્ધા સમય)ના સંબંધમાં પ્રશ્ન કરવો નહિ, કારણ કે તેના પ્રદેશોનો અભાવ છે (કાળ અપ્રદેશી છે).
(૧,૨,૩) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે (દ્રવ્યો) પરસ્પર તુલ્ય છે અને દ્રવ્યની અપેક્ષાએ સર્વથી અલ્પ (એક(જ્ઞાનધારા-૩ ૪ ૫૮ ન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)