________________
પડશે. યુવા-યુવતીની સ્વાધ્યાય-શિબિર અને બાળકોની શિક્ષણ-શિબિર. જે પર્યુષણ કરાવવા પણ જશે. અમુક સંપ્રદાયો આવી રીતે પૂરા હિંદુસ્તાનમાં મોકલે છે, તેવી જ રીતે ગુજરાતી ગોંડલ ગચ્છના સાધુ-સંતસતીઓના માર્ગદર્શન તથા જ્ઞાનની નિશ્રામાં ચતુર્વિધ સંઘ શીઘતાશીઘ આવી શિબિરો દ્વારા બાળકો - યુવાનોને ધાર્મિક શિક્ષણથી શિક્ષિત કરે. શુભમ્ શીઘ્રમ્. તેના માટે આકર્ષક ઈનામો શિષ્ય - શિક્ષકો બંને માટે રાખે. આજનાં બાળકો બહુ જ હોશિયાર, પ્રતિભાસંપન્ન છે. તેને સાચી દિશાના માર્ગદર્શનની આવશ્યકતા છે. જે તેમના મમ્મી-પપ્પા, પરિવાર, સંત-સતીઓ તથા સમાજ આપી શકશે, આનાથી વ્યક્તિ, બાળક, યુવાનો ધર્મથી અભિભૂત થશે જ. સાથે જ મુખ્ય તો પૂર્વ ભારત, બંગાળ, બિહાર, ઉડીસા આવાં યુવક-યુવતીને સ્વાધ્યાયી બનાવવા જૈન-શાસનની મુખ્ય માંગ છે, જે ચતુર્વિધ સંઘ જ કરી શકશે. સમાજજીવન તંદુરસ્ત રહે તે માટે આપણે કાયદા ઘડનારી સંસ્થાઓ, ન્યાયતંત્રો અને પોલીસત્ર ઊભાં કર્યા છે, પરંતુ કુટુંબજીવન તંદુરસ્ત રહે તે માટે આપણે આછો વિચાર કર્યો છે. જેના કારણે પિતા-પુત્ર, મા-દીકરામાં અંતર તથા વિસંગતિ ઊભા થયા છે. વડીલોને માન ન દેતા, અપમાનિત કરી એકલા, ચૂપ કરી દીધા છે. જે માતા અથાગ પ્રયત્નોથી દીકરાને બોલતા શીખવાડે છે, તેને આજના શિક્ષિત દીકરા-વહુ ચૂપ કરી દે છે - તેને શું શિક્ષણ કહેવાય ? જૈન ધર્મનો, ૩ર શાસ્ત્રનો અર્થ એકમાત્ર વિનય છે. તેને આજની ડિગ્રીધારી પ્રજાએ અહંકારથી હાય-હેલ્લોમાં પરિવર્તિત કરી પોતાને આધુનિક ગણાવે છે. ઊઠીને વડીલોને વંદન કરે અથવા “જય જિનેન્દ્ર' બોલે તો જૈન ધર્મના પાલન સાથે પોતાના કર્મ ખપાવી સ્વ-કર્તવ્યનું પાલન કરે છે. આજે એક તરફ વૈજ્ઞાનિક પ્રગતિ થઈ રહી છે, તો બીજી તરફ આધ્યાત્મિક પતન પણ થઈ રહ્યું છે. સંબંધોમાં જ્યારે અધિકારની વાતો આવશે, ત્યારે ધિક્કારની શરૂઆત થશે. વડીલોનો તિરસ્કાર થશે.
જ્ઞાનધારા - ૩
:
.
ન
:
-
-
I
1 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
-