________________
સરસ્વતી. સમ્યગદર્શન એ જ સંપત્તિ. સમ્યફચારિત્ર એ જ સત્તા. પ્રદર્શનથી મળે તે પ્રતિષ્ઠા, સાધનાથી મળે તે સિદ્ધિ. તમે પોતે તમારા વિશે ખરા અંતઃકરણથી માનો તે તમારું ચારિત્ર છે. નાથ વિનાનો બળદ, નિયમ વિનાનો મરદ.
જૈન ધર્મના સંસ્કાર બાળપણથી માતા દ્વારા, પરિવાર દ્વારા જ સૌથી વધુ મળે છે. એક માતા ૧૦૦ શિક્ષકો બરાબર છે. જવાબદારી અને જરૂરિયાત એ બેની સમજ વર્તમાન શિક્ષણ વિદ્યાર્થીઓને આપી નથી શક્યું. ધર્મ વ્યક્તિને કુમાર્ગે તથા વ્યસન તરફ જતા અટકાવે છે, તથા સતપથ બતાવે છે. આજે યુવાનો ભટકી ગયા છે, માટે ફરી તે તરફ પાછા વળવાની વિધિ તે ધર્મ છે. શુદ્ધ પ્રેમ જ વીતરાગ છે, અહિંસા છે. સ્વભાવરૂપ પ્રેમથી યુવકોનું જીવન પ્રજ્ઞાના પ્રકાશમાં ભરાઈ જાય. સ્વમાં, શાંતિમાં સ્થિત જીવવું હોય તો ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નથી, બસ જાગૃત થવાની જરૂર છે. ધર્મ તે જીવન જીવવાની કળા બતાવે છે. પહેલાં ધર્મના આધારે રાજ્ય ચલાવતા, તેથી પ્રજા સુખી હતી. આજે રાષ્ટ્ર બાળકોના શિક્ષણ પ્રત્યે જેટલી સજાગ છે, તેટલી ધાર્મિક શિક્ષણ પ્રત્યે નથી. જીવનમાં ચાર પ્રકારના પુરુષાર્થ કહ્યા છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનું અંતિમ લક્ષ્ય મોક્ષ તો છે જ, પરંતુ જો યુવા બાળકોના જીવનમાં ધર્મના સંસ્કાર હશે, તો તે અર્થ કમાવવા આ પણ ધર્મમય પગદંડી અપનાવશે. કામમાં ધર્મની વાડ હશે, તો બ્રહ્મની ઉપાસના કરી શકશે, જે તેના ચારિત્રનો બચાવ કરી શકશે. શ્રાવકના બાર વ્રત અથવા પાંચ મહાવ્રત તેને ડગલે પગલે વ્યાપાર, રહેણીકરણીમાં અપરિગ્રહની ભાવનાના પોષતા જીવનમાં સુખ-શાંતિ બંને આપશે. ધર્મને સમજી લેશો, તો અશુભકર્મોથી બચી તે માતા-પિતા, પરિવાર કે કોઈના પણ અશાતાકારી બની કર્મબંધ નહિ કરે, કારણ કે ધર્મ જ એક એવું મહાન તત્ત્વ છે, જેનું શુભકર્મનું ફળ તરત જ સારું આપે છે. બિલકુલ વિલંબ નહિ. જે ગોળ ખાય તેને ગળપણની ખબર પડે.
પદાધિકારીઓએ પણ આના માટે મહેનત કરવી જોઈશે, ઉનાળા, દિવાળી, નાતાલમાં દશ દિવસીય ધાર્મિક શિક્ષણ-શિબિર નાગપુર-મહારાષ્ટ્રમાં છેલ્લાં દશ વર્ષથી રખાય છે. તેવી સંતોના માર્ગદર્શનમાં યુવા-યુવતીને શિક્ષણ આપી, તૈયાર કરો. આનો પ્રભાવ બાળકો અને યુવાનો બંને પર (જ્ઞાનધારા-૩ કક્ષરસન્ન ૧૪૪ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-1