________________
સિદ્ધિઃ જ્યાં તિલક કરવામાં આવે તે આજ્ઞાચક્રને સિદ્ધનું ધ્યાન કેન્દ્ર છે. સિદ્ધના ધ્યાનનો કલર લાલ છે, અને પરિણામે ચેતના, ઊર્જા અને સંકલ્પશક્તિનો વિકાસ થાય છે.
આચાર્ય : ધ્યાનનું સ્થાન - જ્યાં બ્રાહ્મણો શિખા બાંધે તે સ્થાન - અનહારકચક્ર. આચાર્યના ધ્યાનનો કલર પીળો છે, અને આચાર્યના ધ્યાનથી યાદશક્તિ ખીલે છે.
ઉપાધ્યાય : ધ્યાનનું સ્થાન મધ્યભાગમાં હૃદય ઉપર છે. ધ્યાનનો કલર લીલો છે. અને ઉપાધ્યાયના ધ્યાનથી રોગપ્રતિકારકશક્તિનો વિકાસ થાય છે.
સાધુ-સાધ્વી : ધ્યાનનું સ્થાન થાઈરોઈડ ગ્લેન્ડની ઉપર છે. ધ્યાનનો કલર ક્યું છે. આ પદના ધ્યાનથી સહિષ્ણુતા વધે છે.
આજનું બુદ્ધિશાળી બાળક પ્રયોગશાળામાં જઈ શરીરની પ્રત્યેક અતઃ રચના નજરે નિહાળે છે, તેવી જ રીતે આપણે ધર્મના અભ્યાસને પ્રયોગો સાથે જોડી રજૂ કરીએ તો બાળકની ચીપ્સમાં feed થઈ જશે.
વંદના શા માટે?? આજની પેઢીનો સામાન્ય પ્રશ્ન છે - વડીલોને વંદન કરીએ એવી જ રીતે આપણે સાધુ-સાધ્વીને વંદન શા માટે કરવું જોઈએ ? સંતોએ તો પોતાના આત્મકલ્યાણ માટે સંયમ લીધો છે, તો આપણે તેને શા માટે વંદના કરવી જોઈએ ? જો આવા પ્રશ્નોના જવાબ વિજ્ઞાન સાથે જોડીને આપવામાં આવે, તો કદાચ બાળકના મગજમાં વાત ઊતરી જાય. જવાબ છે - ઊર્જા. પુરુષની ઊર્જા બહાર આવે છે. તેનાં ચરણોમાં ઝૂકવાથી ગુરુનો હાથ ઉપર હોય અને આપણું મસ્તક નીચેના સ્થાને હોય, તેથી તેમના શરીરમાંથી નીકળતી ઊર્જા આપણા શરીરમાં આવે છે. ઉપરાંત પચાંગ નમસ્કાર કરવાથી એડ્રીનલ ગ્લેન્ડમાંથી નીકળતા ૩૬ પ્રકારના સ્ત્રાવ ઊર્ધ્વગામી થાય છે, અને આપણી શક્તિનો વિકાસ થાય છે. જે વાતો બાળકો અને યુવાનોને તીર્થકર નામગોત્ર, મોક્ષ, કર્મનો ક્ષય જેવાં કારણો દ્વારા ન સમજાવી શકાય, તે જ વાતો વિજ્ઞાન સાથે જોડી જરૂર સમજાવી શકાય. તે જ રીતે તેમને સમજાવી શકીએ કે વંદના કરવાથી ક્રોધના સ્થાને સહિષ્ણુતા - ક્ષમા આવશે.
માન - અહંકારના સ્થાને નમ્રતા આવશે. માયા - છળકપટના સ્થાને સરળતા આવશે.
લોભના સ્થાને સંતોષ આવશે. જ્ઞિાનધારા -૩
૧૩૫
દ ર્ટ્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)