________________
યૌગિક અભ્યાસ : એ ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાનનો સેતુ છે. આપણાં ૩૨ આગમોમાંના બૃહક્કલ્પ સૂત્ર’ આગમમાં વિધિપૂર્વકનાં વિવિધ આસનો બતાવવામાં આવ્યાં છે. જૈન આગમોને, જૈન વિધિઓને વર્તમાન શરીરવિજ્ઞાન સાથે સાંકળીને તેના પ્રયોગો સમજાવવામાં આવે તો બાળમાનસમાં ફિટ બેસી જાય. યુવાવર્ગમાં તેની શ્રદ્ધા જાગે. જૈન ધર્મની નવકારવાળીથી શરૂ કરીને ધ્યાનની ઉત્કૃષ્ટ સાધના સુધીની તમામ પ્રક્રિયાઓમાં શારીરિક અને ભાવનાત્મક બંને વિજ્ઞાનને સાંકળવામાં આવ્યાં છે.
યૌગિક ક્રિયા યોગાસન, પ્રાણાયામ, પ્રાધ્યાન, કાયોત્સર્ગ, અનુપ્રેક્ષા - આ બધી યૌગિક અભ્યાસની પ્રયોગ પદ્ધતિઓ છે. આજની મોડર્ન સોસાયટીના આપણે સહુ યોગાના ક્લાસ માટે હજારો રૂપિયા ખર્ચીએ છીએ, તે જ આસનો, યોગ વગેરે પ્રક્રિયાઓ વિના મૂલ્ય જૈન ધાર્મિક ક્રિયા વિધિ કરવાથી થાય છે. આપણે આપણી જ ક્રિયાઓને જડ અને તુચ્છ ધૂળક્રિયા ગણી ઉપેક્ષિત કરી રહ્યા છીએ. નાભિમાં કસ્તૂરી પડી છે, પણ મેળવવા ફાંફા મારી રહ્યા છીએ.
આસનો ઃ જૈન ધર્મમાં દર્શાવેલ સામાયિક, પ્રતિક્રમણ વગેરે વિધિપૂર્વક કરવાથી વિવિધ આસનો દ્વારા શારીરિક સજ્જતા આવે છે. જેમ કાયોત્સર્ગમાં જ્ઞાન અને ધ્યાનમુદ્રા છે, તે પ્રાણાયામ છે. જે શરીરને પૂરતો ઑક્સિજન પૂરો પાડે છે. સાથે સાથે Blood circulation અને Digestion જેવી પ્રક્રિયાઓનું નિયમન કરે છે. વંદના ઉત્કૃષ્ટ તથા ગૌદાહ આસન છે. માંગલિકમાં વિરાસન અને ખામણામાં વજાસન થાય છે. નવકારવાળી ફેરવતી વખતે માળાના પારા આંગળીઓ દ્વારા ફરે છે, તેનાથી એક્યુપ્રેશર થાય છે. આ રીતે વિધિપૂર્વક ધાર્મિક ક્રિયાઓ કરવાથી યોગ અને આસનો સહેજે થઈ જાય છે. આ વિષય જો બાળકોને શાળા કે કૉલેજોના અભ્યાસ સાથે સાંકળવામાં આવે તો બાળકોને આપણી ધાર્મિક વિધિઓનું મહત્ત્વ જણાશે.
કલર થેરાપી : જૈન ધર્મમાં રંગોનું એટલે કે લેશ્યાધ્યાન બતાવવામાં આવ્યું છે. નવકારમંત્રમાં આવતાં પાંચ પદનું ધ્યાન કલર સાથે પ્રયોગ કરી બતાવવામાં આવે. દરેક પદનું ધ્યાન કેન્દ્ર અને તે પદના ધ્યાનનું પરિણામ નીચે મુજબ છે :
અરિહંત પદ - ધ્યાનનું સ્થાન - ભ્રમની મધ્યભાગ. ધ્યાનનો કલર (પીયૂટરી gland) સફેદ.
અરિહંતના ધ્યાનથી શાંતિની અનુભૂતિ થાય છે. (જ્ઞાનધારા-૩ ૧૩૪ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)