________________
જૈન પરંપરામાં ધ્યાનસાધના
ડૉ. કોકિલા શાહ (એમ. એ પીએચ. ડી. (ગોલ્ડમેડાલિસ્ટ) ઘાટકોપરની ઝૂનઝુનવાલા કોલેજના ફિલોસોફી વિભાગના અધ્યક્ષ અને રીડર છે. જૈનોલોજી પર પીએચ.ડી કર્યું છે અને મુંબઇ યુનિ. એ, પીએચ. ડી ગાઇડ તરીકે માન્યતા આપી છે.)
"ધ્યાન અભ્યાસી જો નર હોય તાકુ દુઃખ ઉપજે નવિ કોય ઈંદ્રાદિક પૂજે તસ પાય, ૠદ્ધિ સિદ્ધિ પ્રગટે ઘટ આય
(ચિદાનંદકૃત સર્વોદયજ્ઞાન-૬)
જૈનધર્મમાં વિશદતાથી જ્ઞાનની ચર્ચા જોવા મળે છે. જૈનાચાર્યોએ ધ્યાનનો અર્થ ચિંતનનું એકાગ્રીકરણ કરવું એમ માન્યું છે. આચાર્ય ઉમાસ્વાતિ જ્ઞાનની પરિભાષા આપતાં કહે છે - "એકાગ્રચિત્તાનિરોધો ધ્યાનમ્ ”(તત્ત્વાર્થસૂત્ર ૧/૨૭) આવશ્યક નિર્યુક્તિ ચિત્તને કોઈ એક લક્ષપર સિદ્ધ કરવું એને ધ્યાન માને છે. તÇાનુશાસનમાં પણ કહ્યું છે કે ચિત્તને વિષયવિશેષ પર કેન્દ્રિત કરવું એ જ ધ્યાન છે. ભગવતી આરાધનાની ટીકામાં ધ્યાનના સ્વરૂપ પર પ્રકાશ પાડતા કહ્યું છે રાગ દ્વેષ તથા મિથ્યાત્વથી રહિત પદાર્થના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન એજ જ ધ્યાન છે. ઈન્દ્રિય અને મનોગુપ્તિ પ્રાપ્ત કરનાર ધ્યાતા છે. વસ્તુ યથાસ્થિતમ્ અર્થાત્ નિજજ્ઞાયકભાવ ધ્યેય છે – અને તેમાં એકાગ્રતા તે ધ્યાન છે.તેનું ફળ સંવર અને નિર્જરા છે. જૈન ધર્મનું મૂળ આત્માનુભૂતિ છે તેથી આત્મધ્યાનનું મહત્ત્વ છે. કહ્યું છે કે જે કોઈ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને હવે પછી થશે તે સર્વે શુભઆશયવાળા
'ध्यानम् प्रशस्ताप्रशस्त भेदेनद्विविधं ।' પ્રકૃતિઅનુસાર ધ્યાનના બે ભેદ છે
જ્ઞાનધારા-૧
७७
-
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
.