________________
जगद्गुरुत्वमखिलं सर्व हि महतां महत् ।। ३ ।।
મહાન પુરુષોનું બધું જ મહાન હોય છે, આમ તેમનું સંપૂર્ણ જગદ્ગુરુત્વ યુક્તિસંગત છે.
પછીના અષ્ટકમાં તીર્થકરનું દાન તેઓ તદભવ મોક્ષગામી હોવાથી તેનું પ્રયોજન શું? એ પ્રશ્નનો ઉત્તર આપતા હરિભદ્રસૂરિ તેને તીર્થકર નામકર્મના ઉદય વશ અને ધર્મના અંગભૂત અનુકંપાના હેતુરૂપ ગણે છે.
સામાયિકના સ્વરૂપ નિરૂપણમાં તેને વાસી વન્ડનત્યા નામુવા તનહાત્મનામ્ -કાપવાવાળી કરવતને પણ સુગંધિત કરનાર ચંદનવૃક્ષસમાન મહાત્માને જ - તે પ્રાપ્ત થાય છે - તેવી પ્રશસ્તિ જોવા મળે છે. એની સરખામણી કુશલચિત્તાયુક્ત અને ઉદાર વ્યક્તિ સાથે થઇ શકે નહિ. બોધિસત્વ બુદ્ધ કહ્યું - જગતના જીવોના બદા જ દુષ્યરિત્ર મારામાં આવી જાય અને મારા સુચરિતના યોગથી બધાં પ્રાણીઓને મોક્ષ મળે. પરંતુ બુદ્ધનું પિટક અનુસાર મહાપરિનિર્વાણ થયેલ છે - તેથી આ વસ્તુ અસંભવવિત છે.
આ ચિંતનને હરિભદ્રસૂરિએ પરમાર્થથી મોહયુક્ત કહ્યું છે પરંતુ સાધક અવસ્થા- શરણ અવસ્થામાં તે સંભવી શકે છે. જેમ બોધિલાભ માટે પ્રાર્થના કરવામાં આવે છે તેમ આ પ્રાર્થના પણ સંભવિત છે. આમ સામાયિકથી ભિન્ન અવસ્થામાં પણ ચિત્ત ભદ્ર (કલ્યાણપ્રદ) હોઇ શકે છે પણ સમભાવની સાધના (સામાયિક) તો પૂર્ણ અને એકાંતે ભદ્ર છે.
તે પછીનાં બે અષ્ટોમાં કેવલજ્ઞાનનું સ્વરૂપ અને તીર્થકર દેશના વર્ણવેલ છે. અંતિમ મોક્ષાષ્ટકમમાં મોક્ષ કે પરમપદનું સ્વરૂપદર્શન તથા તેના સુખને કેવલી માટે અનુભવગમ્ય અને બીજાને શ્રવણગમ્ય કહ્યું છે. તે અનુપમેય છે. અંતિમ શ્લોકની પૂર્ણાહૂતિ જોઇએ?
જ્ઞાનધારા-૧
- ૬૨
૬૨.
=જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=