________________
વાસ્તવિક રીતે નીરોગી હોવું તે જ આદર્શ સ્થિતિ છે તે વિચારનો અભાવ બુદ્ધિને અહિતકારી બનાવે છે. આ જ રીતે દાન પણ વિવેકયુક્ત અને શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરીને કરવું જોઇએ.
તર્કસંગતતાનો આદર હરિભદ્રસૂરિની કૃતિઓમાં ઠેરઠેર જોવા મળે છે. એક જગ્યાએ તો તેમણે યુક્તિયુક્ત વચનને કારણે જ વીરવચનને ગ્રાહ્ય ગણ્યું છે તેવી ઘોષણા કરે છે.
पक्षपातो न मे वीरें, न द्वेष : कपिलादिषु । युक्तिमत् वचनं यस्य, कार्य तस्य परिग्रह : ।
ભાવવિશુદ્ધિ વિચારાષ્ટકમાં ભાવવિશુદ્ધિને મોક્ષમાર્ગનું અનુસરણ કરનાર ગણાવી છે. સદ્ગુણોના આદર કરનાર શ્રમણ ભાવ વિશુદ્ધિપ્રાપ્ત કરે છે. પછીનાં અષ્ટકોમાં શુભબંધની મહત્તા વર્ણવી છે અને તેમણે ગુરુજનોનું વૈયાવૃત્ય અને માતા-પિતાની સેવા ઉત્તમ મંગલ રૂપ ગણાવેલ છે. સર્વોત્તમ પદ તીર્થંકરત્વની પ્રાપ્તિ થાય છે.
શુભ બંધથી
ચોવીસમા તીર્થંકર મહાવીર દ્વારા પ્રવ્રજ્યા સમયે દીધેલું દાન તે સમયે મહાન કહેવાતું હતું. બૌદ્ધ દાર્શનિકો કહે છે કે બૌદ્ધપિટકોમાં બોધિસત્વનું દાન અસંખ્ય ગણેલું છે જ્યારે જૈન આગમોમાં તીર્થંકર દ્વારા થતા વર્ષીદાનની ચોક્કસ સંખ્યા (૩,૮૮,૮૦,૦૦,૦૦૦) છે તેથી તે મહાન નથી. આનું ખંડન કરતા હરિભદ્રસૂરિએ દર્શાવ્યું કે ભ. મહાવીરનું દાન બે દષ્ટિએ શ્રેષ્ઠ છે. એક યાચક તેમાં દાન વગરનો રહેતો નથી અને બીજું એવી ઘોષણા કે – "દાન માંગો, દાન માંગો (વરવરિકા).” એક સરસ પંક્તિ આપણને અહીં
-
મળે છે.
જ્ઞાનધારા-૧
૬૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧