________________
માનવીના ઉદ્ધાર માટે આ આગમરૂપ ગ્રંથની રચના કરી છે. મોક્ષ અંગે અહીં જે રીતે જે વિચારણા થઈ છે તે હિંદુધર્મના ગ્રંથોમાં આ જ વિષયની ચર્ચા સાથે સરખાવવી રસપ્રદ થઈ શકશે. શિવગીતા(૧૬-૩૨)માં કહેવામાં આવ્યું છે કેઃ
मोक्षस्य न हि वासोऽस्ति न ग्रामांतरमेव वा ।
अज्ञानहृदयग्रंथिनाशो हि मोक्ष ः इति स्मृतः ।। (મોક્ષ એ અમુક રહેઠાણમાં છે અથવા બીજા કોઈ ગામમાં છે એમ નથી . હદયની અજ્ઞાન ગ્રંથીનો નાશ એજ મોક્ષ)
ભગવદ્ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે કેઃ
fમતઃ વ્રનિર્વાણં વર્તને વિવિતાત્મનામ્ I (2૧.ર૬) એટલે કે જેને આત્માનું જ્ઞાન થયું છે તેને બ્રહ્મનિર્વાણરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. મુંડક ઉપનિષદમાં પણ આ જ હકીકતનું સમર્થન કરતા શબ્દો મળે છે. તેમાં કહેલ છે કેઃ ब्रह्म वदे ब्रह्म भवति । એટલે કે બ્રહ્મ જાણનાર બ્રહ્મ થાય છે.
આમ માનવ આત્માની જ્ઞાન દષ્ટિએ જે આ પૂર્ણ અવસ્થા છે તેને મોક્ષ કહેવામાં આવે છે.પછી “ર્વ સવિઝા વહુધા વન્તિ’ અનુસાર તેને બ્રાહ્મી સ્થિતિ પણ કહેવાય. સ્થિતપ્રજ્ઞની અવસ્થા પણ કહેવાય. ભક્તની અને ત્રિગુણાતીતની અવસ્થા પણ કહેવાય. શ્રી રાધાકૃષ્ણના શબ્દો જોઈએ તો ‘માનવને થતો ઊંચામાં અનુભવ એ જ મોક્ષ'.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૪ ૧
૪૧
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15