________________
આવી છે. 'રાધ’ એટલે આરાધના.પ્રસન્નતા, સિદ્ધિ પૂર્ણતા વગેરે જે રાધથી રહિત છે તે અપરાધ. અપરાધવાળો આત્મા હમેશ અનંત પુદ્ગલ પરમાણુરૂપ કર્મોથી બંધાય છે. જ્યારે નિરપરાધ આત્મા કદાપિ બંધનને સ્પર્શતો જ નથી. નિરાપરાધ થવા માટે પ્રતિક્રમણ વગેરે જરૂરી ગણાય. પરંતુ શ્રી કુંદકુંદાચાર્યના લખાણમાં નિશ્ચયનયની પ્રધાનતા જોવા મળે છે. વ્યવહારનય કરતાં આ નય સાવ ભિન્ન છે. તેથી પ્રતિક્રમણ વગેરેને પણ વિષ કુંભ ગણેલ છે. કર્તાપણાની બુદ્ધિથી રહિત અપ્રતિકમણને આચાર્યશ્રીએ અમૃતકુંભ ગણેલ છે. નિશ્ચયનય અથવા શુદ્ધ નયથી કોઈ અજ્ઞાની પ્રતિક્રમણાદિનો ત્યાગ ન કરે એવી સ્પષ્ટતા અહીં જરૂરી છે. પ્રમાદનો નાશ અતિ આવશ્યક છે. ત્યાર પછી જ શુદ્ધભાવ પામીને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઉપર જણાવેલ નિરૂપણને અતિ સંક્ષેપમાં રજૂ કરતાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ અશુદ્ધિ કરનાર પરદ્રવ્યને છોડીને પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે તે પુરુષ સર્વ અપરાધોથી મુક્ત થઈ બંધનો નાશ કરીને સ્વર્યાતિથી ચૈતન્યરૂપ અમૃતના પ્રવાહમાં શુદ્ધ થઈને મુક્ત બને છે. આમ અત્મસ્વરૂપમાં લીન થવું એટલે જ મોક્ષ પામવો.
લગભગ વીસેક ગાથાઓમાં શ્રી કુંદકુંદાચાર્યે આ ગહન વિષયની રજુઆત કરી છે. વિષયની જેટલી ગહનતા છે એટલી જ સરળતા તેમની ગાથાઓમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે કેટલીક ગાથાઓ જોઈએ?
जई ण वि कुणइ.च्छेदं ण मुच्चए तेण बंधणवसो सं । ___कालने उ बहुएण वि न सो जणो पावइ विमोक्खं ।। એટલે કે જે માનવ બંધનો છેદન કરે તો તે મુક્ત થાય નહિ. બંધનવશ જ રહે. ઘણો સમય પસાર થાય તો પણ તેને મોક્ષ મળે નહીં.
जह बंधे चिंतेतो बंधणबद्धो न पावई विमोक्खं । तह बंधे चिंतेतो जीवो वि पावइ न विमोक्खं ।।
એટલે કે બેડીમાં પુરાયેલો માણસ જેમ બેડીને કાપવાથી મુક્ત થાય છે તેમ બંધને કાપવાથી જીવ મુક્ત થાય છે.
આમ અતિસરળ ગાથાઓનો વિનિયોગ કરીને શ્રી કુંદકુંદાચાર્યું
જ્ઞાનધારા-૧)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=