________________
જ્ઞાન સત્ર એટલે વિદ્વાનોની જ્ઞાન દ્રષ્ટિનો
સમન્વય સાઘતો મધપુડો
જ્ઞાન એ આત્મિક ભોજન છે. જ્ઞાન પ્રાપ્તિ નો પુરુષાર્થ એ જ જ્ઞાન પ્રાગ્ટયનો પરમ પુરુષાર્થ છે. સ્વના જ્ઞાન ને પરમના જ્ઞાનવડે પ્રગટાવવાની પ્રક્રિયા જ અનંત જ્ઞાન પ્રાગટયનો પુરુષાર્થ છે.
અમારા હિંગવાલા ચાતુર્માસમાં જ્ઞાન સાધનામાં સહયોગી સુપાત્ર શ્રી ગુણવંતભાઈબરવાળીયાએ જૈનસાહિત્યકારોની જ્ઞાન દ્રષ્ટિને ઓળખવાના અવસર રૂપે જ્ઞાનસત્ર આયોજવાની વાત મુકી એ વાત ને કુદરતના ખોળે કલ્પતરૂઅધ્યાત્મ કેન્દ્ર જયાં પુ. બાપજીની ચરણરજની પાવનતા પ્રસરી છે તેવા શાંત વાતાવરણમાં સાકાર કરતો અવસર જ્ઞાન સત્ર રૂપે અનુભવ્યો.
અનેક સંપ્રદાયના અનેક વિદ્વાનોની જ્ઞાન દ્રષ્ટિને માણવાનો અવસર જ્ઞાનસત્ર છે.
આ જ્ઞાન સત્રએ જૈન સાહિત્યકારોની સ્થાનકવાસી - દેરાવાશી - દિગંબર-તેરાપંથી પરંપરા નો સમન્વય કરનારી દ્રષ્ટિના મધપુડા સમાન છે આજ્ઞાનસત્રનામૌલીક મધને જ્ઞાનધારારૂપે સહુમાણીએ અને પરમજ્ઞાનને પ્રગટ કરીએ એજ ભાવના...
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મ.સા.
IV