________________
સમયસારમાં મોક્ષ અધિકાર
-પ્રા. અરુણા જોષી
(પ્રા. અરુણ જોષી - એમ. એ. સંસ્કૃત- અર્ધમાગધી ભાષા સાથે બનારસ યુનિ, ૩૮ વર્ષનોશૈક્ષણિક અનુભવ.ભિન્નભિન્ન સામાયિકોમાં લેખો પ્રસિદ્ધ. અનેક અધિવેશનમાં પેપરરીડિંગ, પુસ્તક પ્રકાશન, કટારલેખન, અનુવાદક તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃત અકેડમીના સભ્ય.).
સમયસાર’ ને જૈનો એક અલૌકિક ગ્રંથ માને છે. આ ગ્રંથના કર્તા શ્રી કુન્દકુન્દાચાર્યને દિગંબર સંપ્રદાયમાં ભગવાન શ્રી મહાવીર અને ગણધર શ્રી ગૌતમ પછીનું માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે. ઈ.સ.ની શરૂઆતમાં અવિભાવપામેલા આ આચાર્યશ્રીના ત્રણ ગ્રંથો-પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર - ‘નાટકરાય” તરીકે ઓળખાય છે. અધ્યાત્મવિધાનો પરિચય આપતા આગ્રંથોને નાટક કેમ કહેવામાં આવ્યા હશે? આમ કહેવા પાછળ એવો આશય જણાય છે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પુરુષોની સભામાં જીવ, અજીવ, પાપ, પુણ્ય, મોક્ષ આદિ અમૂર્ત પાત્રો વેષ ધારણ કરીને આવે છે. સમ્યગદષ્ટિ તો આ પાત્રોના શુદ્ધ સ્વભાવને જાણતો હોય છે પણ મિથ્યાદષ્ટિ યથાર્થરૂપથી અનભિજ્ઞ છે. કર્તા આ નાટક દ્વારા મિથ્યાદષ્ટિ ઉપર અનુગ્રહ કરે છે, તેનો ભ્રમ ભાંગે છે અને અલૌકિક શાંતરસમાં લીન બનાવી મિથ્યાદષ્ટિવાળાને પણ સમ્યગ્દષ્ટિવાળો બનાવે છે. આ અલૌકિક ગ્રંથમાં મોક્ષતત્ત્વનું નિરૂપણ શુદ્ધનયની દષ્ટિએ કરવામાં આવ્યું છે.
શ્રી કુંદકુંદાચાર્યે ‘બંધ’ તત્વની ચર્ચા કરતી વખતે જણાવ્યું છે કે જ્ઞાન પ્રગટ થતાં રાગાદિક રહેતા નથી પછી ‘બંધ’ પણ રહે નહિ. આમ જ્ઞાન નિરાવરણ થતાં પ્રકાશપણાને પામે છે. ત્યાર પછી કર્તાએ મોક્ષ તત્ત્વનું નિરૂપણ આપ્યું છે.
રાગાદિકથી થતા બંધના સ્વરૂપને માત્ર જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. બંધનો છેદ કરવો અત્યંત જરૂરી છે. રાગાદિકથી મુક્ત થનાર
જ્ઞાનધારા-૧)
૩૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e