________________
પત્રકાર માટે સૌથી મોટી પ્રતિબદ્ધતા આ જ છે. 'લોકોને જાણવાનો અધિકાર અને જાણવું એટલે "સત્ય" જાણવાનો અધિકાર'.
'પત્રકાર એટલે ઊંઘતી જનતાને જાગૃત કરવાનું માધ્યમ. જૈન પત્રો ભારતની વિવિધ ભાષાઓમાં – હિંદી, ગુજરાતી, મરાઠી, કન્નડ, બંગાળી. તમિલ, વગેરે ભાષાઓમાં પ્રગટ થાય છે. એકાદ બે પત્રો પરદેશથી અંગ્રેજીમાં થઇ રહ્યાં છે. દુઃખની વાત તો એ છે કે જૈન પત્રોમાંથી કેટલાંક તો થોડા સમયમાં જ બંધ પડી જાય છે.
જે ચાલે છે તેમાંના કેટલાક સાધુઓ દ્વારા, સંસ્થાઓ દ્વારા કે વ્યક્તિગત માલિકીના હોય છે. કેટલાંક માત્ર જ્ઞાતિના અથવા પોતપોતાના સેન્ટરોના સમાચારો પ્રગટ કરવા પૂરતા ચાલે છે.
જૈનશાસન, જૈન ધર્મ કે જૈન સમાજના ઉત્થાન માટે કે વાચકોની આધ્યાત્મિક, ધાર્મિક વૃત્તિને સંતોષે એવા પત્રો બહુ જૂજ છે.
પત્રકારે પોતાના આ કાર્ય માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
૧) સૌ પ્રથમ પોતાના પત્ર દ્વારા વાચક વર્ગમાં વાચવાની જિજ્ઞાસા જાગૃત કરવી જોઇએ.
૨) પત્રકારે તંત્રી, સંપાદક કે ટ્રસ્ટીઓ વગેરે સાથે ચર્ચા-વિચારણા કરી પોતાના દૃષ્ટિકોણનો ઉપયોગ કરી લેખનસામગ્રી તૈયાર કરવી જેથી સાધુ ભગવંતો કે સંઘના શ્રાવક-શ્રાવિકાઓની લાગણી દુભાય નહિ. ૩) પત્રકારે કોઇપણ બનાવની જડ સુધી પહોંચી સત્ય શોધી લાવવું જોઇએ. ૪) પત્રકારે દાનવીરોની શેહમાં કે સાધુઓની શેહમાં તણાવું જોઇએ નહિ. ૫) ચતુર્વિધ સંઘ વિશે ઉપર દર્શાવેલા દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતાના પત્રોમાં સ્પષ્ટ, સરળ અને લોકોના હ્રદયને સ્પર્શે એ રીતે વિવિધ લેખો,
જ્ઞાનધારા-૧
૩૦૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧