________________
સૌથી વધુ વિચાર માંગી લે તેવો પ્રશ્ન જૈનોની ખાણી-પીણીની છે. 'ફાસ્ટ ફૂડ' ની ફેશનમાં પોતાનાં બાળકો કેટલાં જૈન અને કેટલાં અજૈન પદાર્થો ખાય છે તેની ચિંતા માતાપિતાએ કરવી જોઇએ. કેક, ચીઝ, ખાસ કરીને પીઝા, પાંઉ-ભાજી, ચાઇનીઝ વગેરે ખાવાની યુવક યુવતીઓમાં ફેશન બની ગઇ છે. મુંબઇ શહેરમાં મોટા ભાગની હૉટલો જૈનો પર ચાલે છે તો કેટલીક હૉટલો જૈનો પોતે ચલાવે છે. ધર્મને આઘો મૂકીને આવું કરવું તે ઉચિત છે કે કેમ એ વિચારવું જોઇએ.
જૈનધર્મમાં સગૃહસ્થના માટેની પ્રાથમિક શરત એ છે કે તેઓ સાત વ્યસનોથી (જૂગાર, શરાબ, માંસ, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન) મુક્ત રહે. મોટા ભાગના જૈનો આ સાત વ્યસનોમાંથી કદાચ સંપૂર્ણપણે મુક્ત હશે પણ યુવાપેઢીને ગુટકા, બીયર, દારૂ, જુગાર જેવાં વ્યસનોથી બચાવવાં પડશે. ધનિક કુટુંબોની સ્ત્રીઓ પણ કીટીપાર્ટીઓના નામે જુગાર, દારૂની લતે ચડેલી જોવા મળે છે.
અલબત્ કેટલાંક સાધુ-સંતો તથા સાધ્વીજીઓ તથા મહાપ્રજ્ઞજી અણુવ્રત આંદોલન દ્વારા વિચાર ક્રાંતિ લાવી રહ્યા છે. તે આજના ભ્રષ્ટાચારથી પીડિત યુગમાં અણુવ્રત આંદોલનનો સૂર મરણાસન્ન માનવીના મુખમાં અમૃતજળ નાંખવા સમાન છે.
પત્રકારની ભૂમિકા વિશે વિચાર કરીએ તો કહેવાય છે કે પત્રકારે ‘Commitment’ કર્યું હોવું જોઇએ. ધર્મની-સમાજની પ્રગતિ, સામાજિક ઉન્નતિ, બૌદ્ધિક સમાજની રચના વિશે એની પાસે ચોક્કસ મિશન હોવું જોઇએ. શિકાગો સનડેટાઇમ્સે પોતાના પત્રકારો માટે એક ‘code of professional' તૈયાર કરેલ છે. તેમાં કહ્યું છે, ‘our management & staff must remain free of obligation to any special interest & be commited to only to the public's right to know'.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
૩૦૩
જ્ઞાનધારા-૧