________________
સર્વોદય અને પૂ. વિનોબાજી
પ્રવીણાબેન ગાંધી (અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુ પ્રવીણાબેને દરિયાપુરી સંપ્રદાયના સંત સતીઓના જીવન કવન પર પુસ્તક સંપાદન કર્યું છે.).
વિનોબાજીએ કહ્યું છે કે મહાવીર,બુધ્ધ, ઈશુએ પ્રેમ, અહિંસા, સત્ય અને કરૂણાના મંત્રો જગતને આપ્યા પણ એ તો આત્માના હિતની વાત થઇ. જગતના સુખની વાત નથી. સામાજિક સમસ્યાઓનો તેમાં કોઇ ઉકેલ નથી. મધ્યયુગમાં તુલસી, ચૈતન્ય દેવ, શંકરદેવ, તુકારામ, વગેરે ભક્તોએ પણ લાત્માનો હિતાય નત મુલાય ઘ તેઓએ પોતાના હિત માટે જનતાના સુખની નહીં પણ પોતાનું હિત અને જગતના સુખની વાત કરી.
વિનોબાજીએ આગળ કહ્યું કે ધાર્મિક, ભાષાકીય, જાતિઓનાઝઘડા અને આર્થિક મુશ્કેલીઓ આવવાથી જોડાયેલા દિલ જુદા થઇ જાય છે. આ માટે ગ્રામ-સ્વરાજ્ય એ દિલ જોડવાની એક યુક્તિ છે તેથી ભૂમિદાન યજ્ઞનું કામ શરૂ કર્યું. કારણ ભૂમિની માલિકીનો ખ્યાલ ધર્મવિરુદ્ધ છે. તેથી હું પ્રેમથી અને હક્કથી માંગતો. લોકોના એવો આક્ષેપ હતો કે ભૂમિદાનથી જમીનના નાના નાના ટુકડા થઇ જાય છે. પણ મારો જવાબ હતો કે જમીનના ટુકડા કરવા નહીં પણ દિલના થયેલા ટુકડાને જોડવાનો મારો પ્રયાસ છે. ઈશ્વર કૃપાએ દરેકની પાસે શ્રમ, સંપત્તિ, બુદ્ધિ, પ્રેમ કાંઇકને કાંઇક છે જ. જો તેને પોતાના ઘર પૂરતી માત્ર બંધિયાર રાખીશું તો તેની તાકાત એટલી ઊભી નહીં થાય જેટલી તેને ગામને સમર્પિત કરવામાં આવે તો જ ગામડું દરેક જીવન જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબી થશે. તેને આર્થિક આક્રમણથી બચાવવાનો એક માત્ર ઉપાય છે ગ્રામદાન જે સંરક્ષણનું એક પગલું છે.
જ્ઞાનધારા-૧)
૨૮૬
=
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e