________________
જૈનધર્મના પ્રાણ તત્ત્વો
(એમ.એસ.સી, પીએચ.ડી થઇ સેંટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયૂટમાં સંશોધન કાર્યમાં જોડાયા અને પીએચ.ડીના ગાઇડ છે.)
વિશ્વના ઉત્તમ સાહિત્યમાં જૈન સાહિત્ય એક આગવું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યકારોએ જૈન ધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, કર્મ સ્વરૂપ વગેરે ઉપર અનેક ગ્રંથો રચીને વિશ્વને ઉત્તમ સાહિત્યની ભેટ આપેલ છે. આ સાહિત્યનું વાંચન, ચિંતન અને મનન જીવનને એક નવી દિશા આપે છે. આ ઉપરાંત ઇતિહાસ, જ્યોતિષ શાસ્ત્ર અને કાવ્યો જેવી સાહિત્યિક કૃતિઓથી જૈન ધર્મના ગ્રંથભંડારો સમૃધ્ધ બન્યા છે. જૈન ધર્મનું દર્શનશાસ્ત્ર મનોહર કીર્તિસમાન, પરમપાવક, ઉજ્જવલ જ્યોત સમાન, અનંત ઉપકારી શ્રી તીર્થંકરોના જીવન સાથે એવી રીતે વણાયેલું છે કે તેમાંથી બોધ પામીને ભવ્યાત્માઓ આત્મિક આનંદની પ્રાપ્તિ કરી શકે છે.
ડૉ. રમણીકભાઇ જી. પારેખ
અધ્યાત્મ આજના માનવી માટે અત્યંત અનિવાર્ય છે જે માનવીને જીવન જીવતા શીખવે છે. જૈનધર્મ વિશ્વનો અદ્વિતીય અતિ ઉત્તમ ધર્મ છે. ધર્મ સત્યનો રાહ બતાવે છે. ધાર્મિક વ્યક્તિના સત્યનું પ્રતિબિંબ ઝળકવા લાગે છે. ધર્મ એટલે સદાચાર, નીતિ, સેવા, પ્રભુભક્તિ, પરોપકાર, ફરજ, કર્તવ્યપરાયણતા, વ્યવહાર શુદ્ધિ, વગેરે. આવા દરેક વિચારોના સમન્વય છે. ધર્મની સુરક્ષામાં પ્રાણીમાત્રનું હિત હોઇ એના પ્રત્યે સજાગ થવું ખૂબ જ જરૂરી છે. શ્રી મહાવીર જેમ એક દિવસ કરમાઇ જશે. સંપત્તિ વિજળીના ચમકારી જેમ શ્રમિક છે. વૈભવો સંધ્યાના રંગની જેમ અસ્થિર છે.
જ્ઞાનધારા-૧
આયુષ્ય પાણીના પરપોટાની જેમ અંશાશ્વત છે. ધર્મ જ એવો છેકે જે શાશ્વત છે. તેમના ઉપદેશમાં અહિંસા સત્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ અસ્તેય દાન, શીલ, તપ, ભાવ શ્રાવકના વ્રતો, સાધકના આચારો નવ તત્ત્વો વગેરે મુખ્યત્વે છે.
૨૬૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧