________________
અનુપ્રેક્ષા શુભમાંથી શુદ્ધ તરફ જવાની યાત્રા
ડૉ. મધુબેન જી. બરવાળિયા
(ધર્મ અને અધ્યાત્મમાં અભિરુચિ ધરાવતાં મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કરી પીએચ.ડી કરેલ છે. હિન્દીમાંથી તેમણે કરેલા અનુવાદનું પુસ્તક 'જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં શાકાહાર’ એટલું લોકપ્રિય બનેલું કે તેની અત્યાર સુધીમાં સાત આવૃત્તિ અને એક લાખ નકલનું પ્રકાશન થઇ ચૂક્યું છે. ચંદન જૈન મહિલા મંડળ- ચેમ્બરના પ્રમુખ છે. ઉવસગ્ગહરં ભક્તિગૃપ ના કન્વીનર છે.)
કર્મના બોજથી ભારે બનેલ આત્માને શુદ્ધ અને હળવો બનાવવા, પૂર્વાચાર્યોએ આત્મશુદ્ધિની પદ્ધતિઓ બતાવી છે. સર્વ પ્રથમ ભાવના પર ચિંતન પૂ. કાર્તિકેય સ્વામીએ કરેલું. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીએ બાર ભાવના અને ચાર પરાભાવનાનું શાંતિ સુધારસરૂપે વિવેચન કરી અને મુમુક્ષ જીવો પર પરમ ઉપકાર કર્યો છે.
ભાવના એટલે અનુપ્રેક્ષા-અંતરદષ્ટિ- આત્મદષ્ટિ. આત્મદષ્ટિએ જોવાથી આંતરચક્ષુ ખૂલી જાય છે અને આંતરદર્શનથી અધ્યાત્મ માર્ગને નવી દિશા મળે છે.
આપણે સ્વને કદી બરાબર ઓળખ્યો નથી અને પાનેપર રૂપે જાણેલ નથી. એ કારણે જ સાચા સુખથી વંચિત રહ્યાં છીએ. આપણે જ આપણાં ચૈતન્યને કર્મના જાળામાં બંદી બનાવી દીધો છે. કર્મોનાં આવરણથી ઢંકાયેલો આત્મા દેખાય જ નહિતો તેનો પરિચય કઇ રીતે થાય. જ્ઞાનીઓએ આત્માને કર્મથી મુક્ત બનાવવા માટેની પ્રક્રિયાને વેગવંતી બનાવવા વૈરાગ્યવર્ધક બાર ભાવનાઓ બતાવી છે. ધર્મધ્યાનમાં કારણભૂત આત્માનું એની પોતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસંધાન કરાવનાર આ ભાવનાઓ આખા જીવનનું પૃથ્થકરણ કરે છે. આપણો પોતાનો પર વસ્તુ સાથેનો સંબંધ કેવો
જ્ઞાનધારા-૧
૨૫૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧)