________________
બીજું દષ્ટાંત- વતિ નિ વહન : જે બાળે છે તે અગ્નિ છે તે પણ આંશિક સત્ય છે. કારણ કે અગ્નિ તે પદાર્થોને જ બાળવામાં સમર્થ છે જે દાહ્ય છે, બળવા યોગ્ય છે. આકાશ, આત્મા કે પરમાણુ જેવા અદાહ્ય પદાર્થોને આગ પણ બાળવામાં સમર્થ નથી.
આમ, આચાર્ય સિદ્ધસેન દિવાકરે અનેકાન્તવાદને વ્યાપક સંદર્ભોમાં પ્રસતુત કરીને ન કેવલ જૈન પરંપરા પરંતુ સંપૂર્ણ દાર્શનિક જગતમાં અનેકાન્તવાદનો ડંકો વગાડ્યો. સિદ્ધસેન પ્રબળ વાદી તો હતાં જ માટે તેમણે જૈન સિદ્ધાંતોને તાર્કિક ભૂમિકા પર લઇ જઇને એક વાદીની કુશળતાથી દાર્શનિકો મધ્ય અનેકાન્તવાદની સ્થાપના કરી. તેમની વિશેષતા એ રહી છે કે તેમણે તત્કાલીન વિવિધ વાદોને સન્મતિ પ્રકરણના વિભિન્ન નયવાદોમાં સમાવિષ્ટ કરી દીધા.
૬) તેમણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને વસ્તુનું સ્વરૂપ બતાવી તેનું નયદષ્ટિથી જે વિશ્લેષણ કર્યું છે તે તેમની આંતરિક ફુરણાનું પ્રતીક છે. દ્રવ્યાર્થિક નયથી દષ્ટિએ બધા પદાર્થ ધ્રુવ છે અને પર્યાયાર્થિક નયની દષ્ટિએ બધા પદાર્થ નિયમથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે.
૭) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વચ્ચે ભેદભેદની તર્કબદ્ધસમજણ આપી. બે ક્રમવર્તી પર્યાયોની દષ્ટિએ ત્રણેય અભેદ છે અને એક પર્યાયની દષ્ટિએ એ ત્રણેય ભિન્ન છે.
૮)વૈશેષિકો માને છે કે દ્રષ્નપત્તિનો આધાર સંઘાત જ છે. પણ આચાર્ય સિદ્ધસેન કહે છે કે જેમ પરમાણુઓનાં યોગથી દ્રયણુકનેત્રયણુકની ઉત્પત્તિ થાય છે તેમ રાયણુકના વિભાગથી કયણુક અને દ્રયણુકના વિભાગથી પરમાણુરૂપ કાર્ય દ્રવ્યની ઉત્પત્તિ થાય છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
૨૪૯
૨૪૯
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=