________________
આચાર્ય સિદ્ધસેનની વ્યાપક દૃષ્ટિ અને આગ્રહયુક્ત વિચારધારાએ દર્શન જગતમાં સમન્વયનો સ્વર રેલાવી દીધો. તેમના પૂર્વે ખંડન-મંડનનું પ્રચલન હતું પણ તેમણે ખંડન-મંડનની પરંપરાને સમાધાનનું રૂપ પ્રદાન કર્યું. એ જ કારણ હતું જેનાથી સિદ્ધસેનનું નામ અનેકાન્તના પ્રતિષ્ઠાપક આચાર્યોની અગ્રિમ પંક્તિમાં લેવાવા લાગ્યું.
આચાર્ય સિદ્ધસેને સન્મતિ પ્રકરણમાં અનેકાન્ત માટે અનેક વાર સમ્યગ્દર્શન શબ્દનો પ્રયોગ કર્યો છે. દ્રવ્યાર્થિક નય દ્રવ્યને ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિક નય પર્યાયને ગ્રહણ કરે છે. એ બંને દૃષ્ટિએ અલગઅલગ રહીને ક્યારેય વસ્તુનું યથાર્થ વિશ્લેષણ ન કરી શકે. બંનેની પરસ્પર સાપેક્ષતા જ સમ્યગ્દર્શન છે અને તે અનેકાન્ત છે.
અનેકાન્ત એક વ્યાપક વિચારપદ્ધતિ છે. તે જેવી રીતે અન્ય પદાર્થો પર લાગુ પડે છે, તેવી રીતે સ્વયં પોતા પર લાગુ પડે છે તેમણે અનેકાન્તને અનેકાન્તાત્મક સિદ્ધ કરતાં લખ્યું છે કે ઃ
भाव भइयत्वा जह भयणा भयइ सव्वदव्वाई |
एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ।।
સન્મતિપ્રકરણ ગ્રંથમાં પ્રત્યેક પ્રજોય વસ્તુ પર અનેકાન્ત દૃષ્ટિ લાગુ કરતાં તેમણે કેટલાંક દૃષ્ટાંત આપ્યાં છે
પહેલું દૃષ્ટાંત ઃ જ્યારે કોઇ વસ્તુ વિશેષને ગતિશીલ જોઇએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે વસ્તુ ગતિવાળી છે પણ ઊંડાણમાં ઉતરીને સમીક્ષા કરીએ ત્યારે તે માન્યતા આંશિક રૂપમાં જ યથાર્થ છે. કોઇ પણ તણખલું જ્યરે ગતિ કરે છે ત્યારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બધી દિશાઓવિદિશાઓમાં ગતિ નથી કરતું. કોઇ પણ એક દિશામાં જ ગતિ સંભવ છે. ફલ સ્વરૂપે અન્ય દિશાઓમાં અગતિશીલતા અથવા સ્થિરતા સ્વતઃ સિદ્ધ થઇ જાય છે.
.
જ્ઞાનધારા-૧
૨૪૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧