________________
સિદ્ધસેન દિવાકર
કેતકીબેન શાહ
(જૈન ધર્મ અને જૈન સાહિત્યમાં ખૂબ રસ ધરાવનાર શ્રી કેતકી બહેને મુંબઇ યુનિવર્સિટીનો જૈનિઝમનો ડીપ્લોમા કોર્સ કરેલ છે.)
અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહ – એ ત્રણ આધારસ્તંભે સમા એ જૈનદર્શનને ‘A’ grade માં સ્થાન અપાવ્યું છે. અનેકાન્ત એટલે વિચારોમાં અહિંસા, વિચારોની અહિંસા જ વાણી અને વર્તનમાં પણ અહિંસા લાવે છે. જૈન તાત્ત્વિકચિંતન તથા આચાર નિર્ણયનો આધાર અનેકાન્તદૃષ્ટિ છે. સ્યાદ્વાદ અનેકાન્તનો જ ભાષા પ્રયોગ છે. એવા મૂળ સ્ત્રોતને પકડી આચાર્ય સિદ્ધસેને ઘણી ઊંચાઇ પ્રાપ્ત કરી છે. જૈનદર્શનમાં બધા દર્શનોનો સમાવેશ કરી અનેકાન્તની નવી ઇમારત ખડી કરી દીધી છે.
આચાર્ય સિદ્ધસેનના પિતા દેવર્ષિ અને માતા દેવશ્રી હતાં. વૃદ્ધવાદી સાથે સર્વજ્ઞપણાની બાબતમાં વાદમાં ઊતર્યા પણ હારી જવાથી વૃદ્ધવાદી પાસે જૈન દીક્ષા અંગીકાર કરી. ચમત્કારિક રીતે તેમણે બે વિધા પ્રાપ્ત કરી.એક સમય સરસવ વિધા – પાણીમાં સરસવ નાંખવાથી થોડા નિપજાવી
-
શકાય અને બીજી સુવર્ણ સિદ્ધિ. તે વિધાઓથી તેમણે કુમારપાળના દેવપાળ નામના રાજાને મદદ કરી, તેને જૈની બનાવ્યો. પણ ત્યાં તેઓ પ્રમાદમાં ફસાયા, પાલખીમાં દરબારમાં આવવા લાગ્યા. વૃદ્ધવાદીસૂરિઓ આ વાત
સાંભળી અને તેમને બોધ પમાડ્યો.
સિદ્ધસેનને બાલ્યાવસ્થાથી જ સંસ્કૃતનો અભ્યાસ સારો હતો. એક વખત મગ્ગદયાણં વગેરે પ્રાકૃત પાઠ બોલતા અન્ય દર્શનીઓને હાંસી કરતાં જોઇ તે લજ્જાયાં. તેમણે પ્રાકૃતનું સંસ્કૃત કરવા સંઘને વિનંતી કરી પણ સંઘે તે જિનાજ્ઞા વિરુધ ગણ્યું. જેનું તેમને 'પારાંચિત' નામનું પ્રાયશ્ચિત આવ્યું. જેના માટે તેમને બાર વર્ષ ગચ્છ બહાર મૂકવામાં આવ્યાં અને તેઓ સાધુનો વેષ ગોપવી, અવધૂત બની સંયમ સહિત વિચરવા લાગ્યાં.
જ્ઞાનધારા-૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
૨૪૩