________________
વૈયાવચ્ચનો ધર્મ આપણામાં એવી રીતે પ્રતિષ્ઠિત થવો જોઈએ કે જે સાધુજીનાં વ્રતોને લક્ષમાં રાખીને જ કરવામાં આવે. વ્રતમાં શક્ય એટલા દોષ ન લાગે તેની ઝીણવટ ભરી કાળજી સાવધાનીમાં જ વિવેક અભિપ્રેત છે.
- સંતસતીજીઓ માટે શક્ય એટલી વધુ આરાધના ધામોમાં વૈયાવચ્ચની સગવડો ઉપલબ્ધ થાય. જરૂરિયાત પ્રમાણેના સેવાકેન્દ્રોનું નિર્માણ થાય તેની મહાસંઘો કે મહાજન સંસ્થાઓએ કાળજી લેશે તો શાસનનું ગૌરવ જળવાશે. તીર્થકર નામ કર્મ ઉપાર્જનના વીશ બોલમાં ૧૬મો બોલ વૈયાવચ્ચનો છે. સાધુ-સંતોની ઉત્કૃષ્ઠભાવે વૈયાવચ્ચ સેવા કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે અને કહ્યું છે કે,
વૈિયાવચ્ચ ગુણધરાણે નમોઃ નમોઃ
વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર, એને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે.
સેવામૂર્તિ નંદીષેણની કસોટી કરવા પરની દુર્ગધવાળા મુનિ દેહરૂપ ખુદ ઈંદ્ર આવ્યા અને નંદીષેણે ભાવપૂર્વક વૈયાવચ્ચ કરી કસોટીથી પાર ઉતર્યા. મરૂદેવી માતા, શૈલકરાજર્ષિ અને બહુસૂબી પંથકમુનિ, પૂ.સમર્થમલજીની વૈયાવચ્ચ ભાવનાનું પાવન સ્મરણ કરી અભિવંદના કરીએ.
-
નશાનધારા-J
જ્ઞાનધારા-૧
૨૪૨
–જનસાહિત્ય વાનર- -
- જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e