________________
કોમ્યુટરના ઉપયોગથી સાયબર લાઈબ્રેરી સર્જી શકે. એકC.D માં સેંકડો ગ્રંથોનો સમાવેશ, એક વખતના પ્રયત્નથી બનેલ C.D હંમેશ માટે પ્રિંટીંગનો શ્રમ, સમય અને ધન બચાવે છે અને વિશ્વના કોઈ પણ ખૂણે જિજ્ઞાસુને સંતોષી શકે. તો વિદ્વાનો આ દિશામાં પણ આગળ વધે તે વર્તમાન સમયની માંગ છે. અલબત્ત સાધનો પરાવલંબન અને જે તે દિશાની શક્તિ હાસની આડ અસર તો નિપજાવે જ છે. છતાં કાળ પ્રભાવને અનુરુપ બદલતા સંયોગમાં ઉપયોગી કાર્ય સ્વીકાર - એ પણ જરૂરી ગણી શકાય.
ધર્મક્ષેત્રે થતી સરસ્વતી પુત્રોની અવહેલના અને ઉપેક્ષાની ભૂલ સુધારી સારસ્વતોની પૂજા અને આદર સાથે યોગ્ય મૂલ્યાંકન પણ થાય તે જોવાની જવાબદારી જૈન સમાજની છે. વિદ્વાન ખરા અર્થમાં સ્યાદવાદનો પૂજારી ન બને તો સાક્ષરાઃ વિપરીતા રાક્ષસાઃ ભવન્તિ’ જેવું થાય માટે વિદ્વાનો તેની જવાબદારી નિભાવે એ પણ એટલું જ જરૂરી છે.
આજનું જ્ઞાનસત્ર વિદ્વતજનોની અભિવંદના છે એમ કહીએ તો અસ્થાને નથી. આયોજકોને અભિનંદન.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧૬
૨૦૦
૨૦૦.
{નાસાહિત્ય જ્ઞાનસત્ર-|=
ત્ય જ્ઞાનસત્ર-૧)