________________
ચતુર્વિધ સંઘોની વર્તમાન પરિસ્થિતિ અને તેમાં સંતો, દાનવીરો, વિદ્વાનો, લેખકો અને પત્રકારોની ભૂમિકા
-કુ. તરલા દોશી
(યુ.કે અને યુ.એસ માં જૈનદર્શન પર પ્રવચનો આપે છે. જૈનપ્રકાશ’અને 'બાલજ્યોત ના સંપાદક મંડળમાં છે તેમના નિબંધ સ્યાદવાદ ને એવોર્ડ મળેલ છે.)
વિશ્વદર્શનોમાં જૈનદર્શનનું સ્થાન વિશિષ્ટ છે. આદિનાથ બઢષભદેવ પરમાત્માથી પ્રારંભ પામતી આ વર્તમાન ચોવીસીનો ઈતિહાસ દર્શાવે છે કે જૈનધર્મતીર્થના સ્થાપક અને પ્રવર્તક તીર્થકરો કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે છે અને તેથી જ તેઓ તીર્થકર કહેવાય છે. ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં તીર્થકરની સંખ્યા અને કાળનું વૈવિધ્ય હોવા છતાં ચતુર્વિધ તીર્થના તાત્ત્વિક સ્વરૂપમાં કશો તફાવત હોતો નથી. અહીં આપણે ભગવાન મહાવીર સ્વામીના પરિપ્રેક્ષ્યમાં ચતુર્વિધ - સંઘની વિચારણા કરીએ તો પણ સ્વરુપ સર્વ – સાધારણ જ રહેશે.
ભગવાન મહાવીરસ્વામીએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદધર્મના રક્ષણ, સંવર્ધન અને સમાયોજન માટે સ્થાપેલ ચતુર્વિધ સંઘમાં જેટલું ગૌરવવંતુ સ્થાન સાધુ-સાધ્વીજીનું છે, એટલું જ ગૌરવ શ્રાવક-શ્રાવિકાને પણ આપેલ છે, એટલું જ નહીં શાસ્ત્રકાર તો શ્રાવક-શ્રાવિકાને સાધુસાધ્વીજીના અમ્માપિયા” તરીકે ઓળખાવે છે. અનેક જન્મોના પુરુષાર્થ પ્રગટયા હોય એવા કેટલાક ઉચ્ચ પુણ્યવંત આત્માઓ જ સર્વોત્કૃષ્ટ એવો સર્વવિરતિધર્મ સ્વીકારી શકે છે, જ્યારે શાસન પ્રભાવના અને સંરક્ષા તો દેશવિરતિ-ધારક શ્રાવક - શ્રાવિકા દ્વારા જ અખંડ રહી અવિરત સફળતાને વરે છે.
જ્ઞાનધારા-૧
-
૧૯૪૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e