________________
અંધ અહોભાવમાંથી મુક્ત થવું જોઇએ. એને બદલે વિજ્ઞાન અને ધર્મનું સામંજસ્ય સાધવું જોઇએ, કારણ કે ઉત્તમ ધર્મ અને વિજ્ઞાન એક જ દિશામાં ચાલે છે; એમની વચ્ચે કોઇ વિસંવાદ નથી. ધર્મ કહેશે કે અણગળ પાણી ન પીવાય. રાત્રિભોજનનો ત્યાગ કરો. ઉકાળેલું પાણી પીઓ. કાયોત્સર્ગકરો. વિજ્ઞાન પણ વિશ્લેષણ અને પ્રયોગને અંતે આ જ વાત કહેશે. ધર્મ કહેશે કે કદી જૂઠું બોલશો નહિ. મનોવિજ્ઞાન કહેશે કે જુંબોલશો તો અનેક માનસિક
ગ્રંથિઓનો ભોગ બનશો.
આપણે આપણા સિદ્ધાંતોને સંકુચિતતાના સીમાડામાં બાંધી દીધા છે અને તેથી વિશ્વવ્યાપી મહત્ત્વ ધરાવતી ઘટનાઓ ઉવેખાય છે. કોઇ જ્ઞાતિનું છાપું હશે તો માત્ર જ્ઞાતિમાં જ એની આખી દુનિયા સમાઇ જશે. સંપ્રદાયનું છાપું હશે તો એ પોતાના સીમાડા ઓળંગી બીજા સંપ્રદાયની કલ્યાણકારી ઘટનાનો ઉલ્લેખ પણ નહિ કરે. જે અંગ્રેજ સત્તાને મહાત્મા ગાંધીજી એ દેશમાંથી હાંકી કાઢી. એ જ અંગ્રેજ પ્રજાના એક માનવી લોર્ડ ઍટનબરોએ જગતને "ગાંધી" ફિલ્મની ભેટ આપી. ઇઝરાયલમાં 'વર્લ્ડ વેજિટેરિયન કૉંગ્રેસ' નું આયોજન થયું. આ જ ઇઝરાયલમાં ગેલીલી નામની ટેકરીના ઢોળાવ પર આમિરીન નામનું શહેર વસાવવામાં આવ્યું. આ શહેરમાં માત્ર શાકાહારીઓને જ પ્રવેશ મળે છે. અમેરિકાના શિકાગો રાજ્યના એક ગામડામાં શાકાહારી જ વસી શકે છે. લંડનના હાઇડ પાર્કમાં પ્રતિવર્ષ વેજિટેરિયન રેલી યોજાય છે અને એમાં સહુ શાકાહારના શપથ પણ લેતા હોય છે. આવી જગતવ્યાપી ઘટનાઓનું જૈન પત્રકારે આલેખન કરવું જોઇએ. માનવ બેપગું પ્રાણી નથી, કિંતુ સ્વપ્ન-શીલ પ્રાણી છે.
આપણે પણ એક એવું સ્વપ્ન સેવીએ કે આવતીકાલના પત્રકારત્વમાં જૈનદષ્ટિનો વિનિયોગ થાય. એને પરિણામે જગતને દિશા અને દર્શન મળે અને વિશ્વધર્મના ધારક એવા આપણે જગતકલ્યાણમાં યત્કિંચિત ફાળો આપી શકીએ.
જ્ઞાનધારા-૧
૧૯૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧