________________
સોળમાં સૈકાના સિદ્ધહસ્ત જૈન સાધુકવિ - સમયસુંદર લે. ચીમનલાલ કલાધર
(જૈનધર્મના અભ્યાસી લેખ-પત્રકાર. ૨૦ વર્ષથી વિવિધ દૈનિકમાં કોલમનું સંપાદન તથા રીપોર્ટ અહેવાલ લખે છે. પ્રબુધજીવન ના સંપાદનમાં સહભાગી, કચ્છરચના પર્યુષણ વિશેષાંકના સંપાદક, અનેક જૈન સામાયિક્માં અનેક લેખો પ્રગટ થયા છે. સંપાદક તરીકે જૈનસાહિત્ય સમારોહ ગુચ્છ ૩ જૈન તીર્થ દર્શન વગેરે ભગવાન મહાવીર, નવકાર મહામંત્ર, શત્રુંજય મહાતીર્થ વગેરેના ક્ષમાપર્વના વાર્ષિક વિશેષાંકોનું સંપાદન જૈન ધર્મ પર ૩૦૦ જેટલા લેખો લખ્યા છે. ઉપરાંત બે પુસ્તકો પ્રગટ થઇ રહ્યા છે.)
જૈન સાહિત્યને સમૃદ્ધ કરનારા જે કેટલાક સાધુ કવિઓ છે તેમાં સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ અને વિરલ માનવામાં આવે છે. સમયસુંદર ઇસ્વીસનના સોળમાં સૈકાના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં સૈકાના પૂર્વાર્ધમાં થઇ ગયા છે. સમયસુંદરનો જન્મ મારવાડમાંસાંચોરનીપ્રાગ્વાટ(પોરવાડ) જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું.
સમયસુંદરના કવનકાળ અને કાળધર્મ વિશે જેવા નિશ્ચિત પ્રમાણો મળે છે તેવા તેમના જન્મસમય કે બાહ્યકાળ વિશે મળતા નથી. કવિની પોતાની કૃતિમાં કે એમને અંજલિ આપતાં કાવ્યોમાં પણ જન્મ સમયનો કોઇ ઉલ્લેખ આવતો નથી. તેમના એક વિદ્વાન શિષ્ય વાદી હર્ષનંદને લખ્યું છે - 'નવૌવન ભર સંયમ સંગ્રહયોજી
સઇ હથે શ્રી જિનચંદ....'
અહીં વાદી હર્ષનંદને કવિ માટે'નવૌવન’શબદનો ઉપયોગ કર્યો છે. ત્યારે સહેજે અનુમાન કરી શકાય કે સમયસુંદરે આઠ-દસ વર્ષની બાલ્યવયે નહીં પરંતુ પંદર-વીસ વર્ષની તરુણવયે દીક્ષા અંગીકાર કરી હશે. એ દીક્ષાના સમયાનુમાન પર ચાલીએ તો સમયસુંદરે સં. ૧૬૩૦ આસપાસ દીક્ષા લીધી
જ્ઞાનધારા-૧
૧૮૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧