________________
અહીંના કુમારી પર્વત પર જ્યાં જૈનધર્મનું વિજયચક્ર પ્રવર્તન છે ત્યાં કાયનિષિધિ સ્તુપ પર ઉપવાસ કરીને ખારવેલે જીવ અને દેહનો એટલે કે જીવ-અજીવનો બોધ પ્રાપ્ત કર્યો. પ્રસ્તુત શિલાલેખમાં બીજી વિગતો સાથે એક અગત્યની નોંધ એ છે કે- મૌર્યયુગમાં વિછિન્ન થયેલું ૬૪ અધ્યાયવાળું અંગસપ્તિકના ચોથા ભાગનો ઉદ્ધાર કર્યો.
આ લેખમાં ચક્રવર્તી ખારવેલે સ્વતઃ કરેલાં શુભ કાર્યોનું વર્ણન દશાવ્યું છે. અંતમાં સર્વધર્મ પર સદભાવ રાખતા રાજર્ષિ તરીકે પોતાનો ઉલ્લેખ તેઓ કરે છે.
ખંડગિરીની વૈકુંણૂફાની ભીંતમાં બીજો એક નાનો લેખ છે જેમાં એની પત્નીનો પરિચય મળે છે.
મૂળ લેખઃ ૩રહંત પાલાનં ર્તિમાન સમાનં તેને
कारितो राजिनो लालकस
અર્થઃ અરિહંત ધર્મના કલિંગદેશના સાધુઓને રહેવા માટે એક
(લયન એટલે ગુફા) કંડારવામાં આવી.
મૂળ લેખઃ હથસાણાનં પોત થુતુના લિંકાવ..વાવેજો
અર્થ: હસ્તિશાહના પ્રપૌત્રની પુત્રી કલિંગના રાજાની રાણીએ તે કરાવ્યું.
શ્રી ખારવેલ કલિંગના ભીષણ યુદ્ધ પછી જનમ્યા અને શિથિલ પ્રજામાં નવચેતન લાવવા લલિતકળા તેમજ સંગીતકળાનો સહારો લીધો અને પ્રજાને ઉત્સાહિત ચેતનામય કરી, મગધમાંથી કલિંગજિનની પ્રતિમા પાછી લાવી સ્થાપિત કરી. નહેરો, બગીચાઓ, કિલ્લાઓ, ઇમારતો, મંદિરો સરખાં કરાવ્યાં. સમ્રાટોની પરંપરા એના જેવી સાધના, વ્રત, ઉપવાસ અને જૈન
જ્ઞાનધારા-૧
૧૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E